આ એસી છે કે કૂલર ? જોઇને તમે પણ થઇ જશો કન્ફ્યુઝ, કૂલરની કિંમતમાં ઘરે લાવો એસી, જાણો વિગત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 10:52:39
  • Views : 389
  • Modified Date : 2022-04-13 10:52:39

 

એસી જેવુ લાગતુ એર કુલર

સિમ્ફોનીનું એસી એર કુલર

ગરમીમાં આપશે એસી જેવી રાહત 

 

એક તરફ ગરમી કહેર વર્તાવી રહી છે તો બીજી તરફ એસી અને ફ્રિઝના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. લોકો ઠંડક મેળવવા માટે એસી અને કુલરની ખરીદી કરતા વધુ જોવા મળી રહ્યા છે . ત્યારે જો તમે કુલર ખરીદવાનું  વિચારી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ વાંચજો. કારણ કે તમને એસી જેવુ દેખાતુ એર કુલર એક દમ રાહતના દરમાં મળી જશે.

 

બજારમાં ઘણા પ્રકારના એર કુલર ઉપલબ્ધ છે. તમે બજારમાંથી એસી જેવા વોલ-માઉન્ટેડ એર કૂલર પણ ખરીદી શકો છો. સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલર પણ બજારમાં ઉપલબ્ધ છે. તમે તેને સસ્તામાં ઓનલાઈન પણ ખરીદી શકો છો. 

ACની જેમ દિવાલ પર કુલર લગાવી શકાય

કંપનીએ સિમ્ફની ક્લાઉડ વિશે દાવો કર્યો હતો કે તે વિશ્વનું પહેલું કૂલર છે જેને ACની જેમ દિવાલ પર લગાવી શકાય છે. એટલે કે દેખાવમાં તે બિલકુલ AC જેવું લાગે છે. જેના કારણે લોકો તેને પહેલીવાર જુએ ત્યારે પણ કન્ફ્યુઝ થઈ જાય છે. સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલર એસી જેટલું મોંઘું નથી. આ કારણે, તમે તેને બજેટ સેગમેન્ટમાં ખરીદી શકો છો અને તેને દિવાલ પર લટકાવી શકો છો. અહીં અમે તમને આ કુલરની વિશેષતા અને તેની કિંમત વિશે જણાવી રહ્યા છીએ.

 

Symphony Cloud Personal Coolerની કિંમત

સિમ્ફની ક્લાઉડ પર્સનલ કૂલર ઈ-કોમર્સ સાઈટ એમેઝોન અને ક્રોમા પર લિસ્ટેડ છે. આ એર કૂલર એમેઝોન પર 14,699 રૂપિયામાં લિસ્ટેડ છે જ્યારે ક્રોમા પર તે 9,491 રૂપિયામાં લિસ્ટેડ છે.

 

સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલરની વિશેષતાઓ

સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલરમાં 15 લિટરની ક્ષમતા સાથે પાણીની ટાંકીનું અલાર્મ છે. તેનો કવરેજ વિસ્તાર 57 ઘન મીટર છે. કંપનીનું કહેવું છે કે ક્રોસ વેન્ટિલેશન અને અસરકારક ઠંડક માટે રૂમના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

 

તેમાં ઈલેક્ટ્રોનિક હ્યુમિડિટી કંટ્રોલ પણ આપવામાં આવ્યો છે.  તેમાં 4 સ્પીડ કુલિંગ ફેન ઓટોમેટિકલી હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્વિંગ સાથે આપવામાં આવ્યો છે. જે રુમના તાપમાનને ઠંડુ કરે છે. તેમાં ખાલી પાણીની ટાંકીનું અલાર્મ પણ મળે છે જ્યારે કૂલરમાં ઓછું પાણી હોય ત્યારે એલાર્મ વાગશે. તેનાથી મોટરને નુકસાન થશે નહીં.

 

 

Download Our B K News Today App



Related News