ઈરાનની યુવતી ‘યુટ્યુબર’ના પ્રેમમાં પાડીને ભારત આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 14:50:05
  • Views : 80
  • Modified Date : 2024-03-18 14:50:05

ઈરાનની ફૈઝા અને યુપીના મુરાદાબાદના દિવાકર અલગ-અલગ ધર્મના છે. આ બંને પહેલા ઈન્ટરનેટ માધ્યમથી મિત્રો બન્યા હતા. તેમને પછી પ્રેમ થયો. ફૈઝા તેના પિતા સાથે 20 દિવસના વિઝા પર ભારત આવી છે. અહીં બંનેએ સગાઈ કરી લીધી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લગ્ન થશે. ફૈઝા અને તેના પિતા મસૂદ પણ અયોધ્યા અને આગ્રા જવાના છે. તેઓ રામ મંદિર અને તાજમહેલ જોઈને જ પોતાના દેશ પરત ફરશે.યુટ્યુબર દિવાકર કુમાર ફેસબુક દ્વારા ફૈઝાના સંપર્કમાં આવ્યો હતો. જુલાઈ 2023માં દિવાકર ટૂરિસ્ટ વિઝા પર ફૈઝાને મળવા ઈરાનના હમાદાન ગયો હતો. છોકરીના પિતા અખરોટની ખેતી કરે છે.દિવાકર અને ફૈઝાના સંબંધીઓ લગ્ન માટે સંમત થયા. બે દિવસ પહેલા યુવતી તેના પિતા સાથે મુરાદાબાદ આવી હતી. બંનેએ શુક્રવારે ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી.દિવાકર કહે છે કે, અમારી તરફથી કોઈ ધાર્મિક પ્રતિબંધ નથી. ફૈઝા તેના ધર્મ પ્રમાણે પણ અહીં રહી શકે છે. ઈરાનની કાનૂની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે ભારતની પ્રક્રિયા પૂર્ણ થશે. આ પછી અમે ઔપચારિક રીતે લગ્ન કરીશું.સિનિયર એડવોકેટ ગોસ્વામીએ કહ્યું કે, હિંદુ-મુસ્લિમ છોકરા-છોકરીના કેસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ લાગુ થશે. જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. અરજીમાં જણાવવું આવશ્યક છે કે તે પુખ્ત છે. પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરી રહ્યા છે. આ પછી LIUની તપાસ થશે. આંતરરાષ્ટ્રીય એજન્સી પણ તપાસ કરશે. જો તપાસ યોગ્ય જણાશે તો સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવશે. પરવાનગી મળ્યા બાદ લગ્ન થશે.

Download Our B K News Today App



Related News