સીસીટીવી ફૂટેજ મરજી હશે ત્યારે ચાલુ કરીશ’, લાલદરવાજા સાંઈ મંદિરના ઇકબાલ સાંઈની પોલીસને ટોપી- પટ્ટા ઉતરાવી દેવાની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 15:53:49
  • Views : 305
  • Modified Date : 2020-09-18 15:53:49

        શહેરના લાલદરવાજા બસ સ્ટેન્ડ પાસે આવેલા સાંઇબાબા મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઈએ કારંજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને ટોપી- પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હોવાની ઘટના બની હતી. પોલીસકર્મીઓ મંદિરમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા ગયા હતા ત્યારે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે કેમ ચેક કરવા આવ્યા અને ડીસીપીનો લેટર લઈને આવો કહીં બોલાચાલી કરી હતી. સીસીટીવી બંધ છે મારી મરજી હશે ત્યારે ચાલુ કરીશ તેવી દાદાગીરી કરી હતી. પોલીસની કામગીરીમાં અડચણ કરતા કારંજ પોલીસે ઇકબાલ સાંઈ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છેકારંજ પોલીસ સ્ટેશનના SHE ટીમના કર્મચારીઓ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ જાહેર સ્થળ અને ધાર્મિક જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક અને પેટ્રોલિંગના આદેશને લઈ લાલદરવાજા બસ સ્ટેન્ડ સામે આવેલા સાંઇબાબા મંદિરમાં કોન્સ્ટેબલ સહદેવસિંહ અને સ્ટાફ ગયો હતો. સીસીટીવી ચેક કરવા જતાં સાંઈ મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઇએ કહ્યું હતું કે આ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે કેમ ચેક કરવા આવો ? અહીંયાંથી નીકળી જાવ, તમારે ચેક કરવું હોય તો ડીસીપી સાહેબનો લેટર લઈ આવો કહી ધમકી આપી હતી. મારા મંદિરે આવેલા તમારા બધાના નામ લખી દવા પી મરી જઈશ અથવા કેરોસીન છાંટી સળગી જઈશ તેવું કહ્યું હતું. પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરી તમારા બધાના ટોપી- પટ્ટા ઉતરાવી દઈશ તેમ ધમકી આપી લોકોના ટોળા ભેગા કર્યા હતા..ઈકબાલ સાંઈએ ધમકી આપી હતી કે સીસીટીવી કેમેરા બંધ છે અને મારી મરજી હશે ત્યારે ચાલુ કરીશ. પોલીસકર્મીઓએ કેમેરા ચાલુ કરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા પોલીસકર્મીનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. વીડિયો ઉતારવાની ના પાડતા બોલાચાલી કરી અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. એક મંદિરના પૂજારી તરીકે પોલીસ સાથેનું વર્તન કેટલું યોગ્ય છે ?

Download Our B K News Today App



Related News