ઇનાન્શિયલ ગોલ નક્કી કરીને રોકાણ કરવાથી વધારે ફાયદો થશે, નુકસાન નહીં ઉઠાવવું પડે અને લોન લેવાની પણ જરૂર નહીં પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 16:23:30
  • Views : 492
  • Modified Date : 2020-12-19 16:23:30

    જો તમે નવાં વર્ષમાં ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમારે પહેલાં એ સમજવું જરૂરી છે કે તમે આ રોકાણ કેમ કરી રહ્યાં છો. તમારાં ફાઇનાન્શિયલ ગોલ્સ (નાણાકીય લક્ષ્યો)ને સમજ્યા વિના ગમે ત્યાં રોકાણ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે ક્યાંય પણ રોકાણ કરતા પહેલાં આર્થિક લક્ષ્ય નક્કી કરવું શા માટે જરૂરી છે.એક નિશ્ચિત લક્ષ્ય રાખીને તમે વધુ સારું પ્લાનિંગ કરીને તમારી જરૂરિયાતને પૂરી કરી શકશો. ધારો કે 3 વર્ષ પછી તમારે 2 લાખ રૂપિયાની જરૂર છે તો તમે અત્યારથી જ કોઈ એવી સ્કીમ જેવી કે રિકરિંગ અકાઉન્ટ (RD) અને મ્યુચ્યુઅલ ફંડ (SIP) સહિત અન્ય કોઈ એવી જગ્યાએ દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો જ્યાંથી તમને વાર્ષિક 7% વ્યાજ મળતું હોય. તેનાથી તમને 3 વર્ષ પછી લગભગ 2 લાખ 6 હજાર રૂપિયા મળશે. એ જ રીતે, તમારે તમારા ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખીને પણ રોકાણ કરવું જોઈએ.

    જો તમે યોગ્ય ફાઇનાન્શિયલ ગોલ સાથે રોકાણ કરી શકતા હો તો તમારે લોન લેવાની જરૂર નહીં રહે કારણ કે, તમારી પાસે પૈસાની વ્યવસ્થા રહે છે, જેનાથી તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકશો.જો તમે કોઈ નક્કી કરેલાં લક્ષ્ય સાથે રોકાણ કરશો તો તે બચત અને રોકાણમાં શિસ્ત બનાવવામાં મદદ કરે છે. તે તમને તમારા ખર્ચનો હિસાબ રાખવામાં પણ મદદ કરે છે. આ સિવાય જો તમને લાગે કે તમે વધારે ખર્ચ કરો છો તો તમે તેને બચતમાં બદલી શકો છો. આ તમને બચત વધારવામાં મદદ કરે છે.

    જ્યારે બધા રોકાણો નાણાકીય લક્ષ્યો સાથે જોડાયેલા હોય ત્યારે તમે સમયાંતરે તેમાંથી થતા નફાની સમીક્ષા કરી શકો છો. આ કરવાથી તમને અંડરપર્ફોર્મિંગ રેવન્યૂ વિશે તો જાણ થશે જ પણ સાથે આ તમને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવામાં પણ મદદ કરશે, જે તમને નિર્ધારિત લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. આ સિવાય, જો રોકાણથી રિટર્નમાં વધઘટ થાય તો તમે ત્યાંથી તમારા પૈસા ઉપાડીને બીજી જગ્યાએ રોકાણ કરી શકો છો.તમે કેટલા સમય સુધી તમારા પૈસા રોકવા માગો છો અથવા રોકી શકો છો એ બાબતું ખાસ ધ્યાન રાખો કારણ કે, ઘણી સેવિંગ સ્કીમ્સ લોકઇન પિરિઅડ સાથે આવે છે. એટલે કે, આ સમયગાળામાં તમે તમારા રોકાણ કરેલા નાણાં ઉપાડી શકતા નથી. તેથી, ખાસ ધ્યાન રાખો કે તમે જ્યાં રોકાણ કર્યું હોય ત્યાં લોકઇન પિરિયડ ન હોય અને જો હોય તો કેટલો છે એ પણ જાણી લો. આ બાબતનું ધ્યાન રાખવાથી તમને તમારી જરૂરિયાત અનુસાર સમયસર નાણાં મળી જશે અને જો લોકઇન પિરિઅડ પૂરો ન થયો હોય તો તમારે દંડ પણ ભરવો નહીં પડે.




Download Our B K News Today App



Related News