ગોંડલમાં પુત્રીએ પિતાની અર્થીને કાંધ આપી, ઓસ્ટ્રેલિયા રહેતી પુત્રી ઇન્ટરનેટના માધ્યમથી અંતિમવિધિમાં જોડાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 17:51:43
  • Views : 421
  • Modified Date : 2020-03-24 17:51:43

ગોંડલ મહાદેવ વાડીમાં આવેલ ભુવનેશ્વરી મંદિર પાસે શ્રીફળ, કંકુ ચુંદડીનો વ્યવસાય કરતા ભઈલાભાઈ વ્યાસનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું હતું. ભઈલાભાઈને સંતાનમાં બે પુત્રીઓ હોય એક પુત્રીએ કાંધ આપી અંતિમવિધી કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સાસરે રહેલી પુત્રી ઇન્ટરનેટના માધ્યમથી અંતિમવિધિમાં જોડાઇ હતી. સ્મશાનયાત્રામાં જૂજ સંખ્યામાં સ્નેહી મિત્રો જોડાયા હતા અને તમામ ડાઘુઓએ મોઢે માસ્ક અને હાથમાં મોજા પહેરી યોગ્ય અંતર જાળવ્યું હતું. વ્યાસ પરિવાર દ્વારા કોરોના વાઇરસની દહેશતનું સંપૂર્ણ રીતે ધ્યાન રખાયું હતું.

Download Our B K News Today App



Related News