વિનોબા ભાવેના વિચારોથી પ્રેરાઈને 43 વર્ષથી સરકારી સહાય વિના નર્મદામાં કામ કરતું દંપતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:46:20
  • Views : 368
  • Modified Date : 2020-12-21 11:46:20

દેશની આઝાદી બાદ પણ આજના યુગમાં ગાંધીવાદી વિચાર ધરાવતા દંપતી આદિવાસીઓના નામે પોતાની જિંદગી કરી 85 વર્ષની જૈફ વયે પણ સેવાકીય પ્રવુતિઓ કરે છે. વર્ષ 1977માં પોતાની યુવાનીના દિવસોમાં મહાત્મા ગાંધી, વિનોભા ભાવે અને રવિશંકર મહારાજના વિચારોથી પ્રભાવિત થઈ મહેન્દ્ર ભટ્ટ, ભારતીબેન ભટ્ટ, સ્વ.નાનું મજમુદાર, જગદીશ લાખિયાએ આદીવાસી વિસ્તારમાં સેવાકીય કાર્ય કરવા સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળની સ્થાપના કરી હતી. તેમણે કોઈપણ સરકારી કે વિદેશી સહાય લીધા વિના આદિવાસી વિસ્તારના વિકાસ કાર્યો કર્યા છે.

નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં રહી મહેન્દ્ર ભટ્ટ, ભારતી બેન ભટ્ટે આસપાસના ગામોને વિકાસની કેડી સાથે જોડવાનો પ્રયાસ કર્યો. આજે 43 વર્ષ બાદ આસપાસના 75 જેટલા ગામોમાં સર્વાંગિણ ગ્રામ વિકાસ મંડળની ગામ વિકાસને લગતી પ્રવૃત્તિઓ પહોંચી છે. આ બન્નેવ વડીલો રોજે રોજ સંસ્થાના દરેક કાર્યકરોને પોતાનું માર્ગદર્શન અને ભવિષ્ય માટે રૂપરેખા માટે આપી રહ્યા છે.આ સંસ્થાના સ્થાપક મહેન્દ્ર ભટ્ટનું કેહવું છે કે આ સંસ્થા વિનોબા ભાવેજીના “ગ્રામ સ્વરાજ” અને અ-સરકાર ના સૈદ્ધાંતિક માળખા પર ઉભી થયેલી સંસ્થા છે. ખેતરે ખેતરે સજીવ ખાતર બનાવવાનું કામ,વરસાદી પાણીનું ટીપે ટીપું ગામતળ/સિમતળમાં સાચવવાનું કામ, પુનઃ પ્રાપ્ય ઉર્જા પેદા કરવા માટેના નાના ઘરેલુ સાધનો પ્રસારવાનું અને સર્વિસિંગનું કામ, ઓછા ખર્ચે ઘર રચનાનું કામ, ગ્રામ ઉપયોગી વૃક્ષો-સામુહિક ગ્રામવનનું કામ, દરેક ગામમાં 15 થી 35 વર્ષની ઉંમર વાળી દરેક વ્યક્તિ અભણ ન રહે તેનું કામ

Download Our B K News Today App



Related News