સમુદ્ર પર રાજ કરી ચૂકેલું INS વિરાટ અલંગની જમીન પર આવશે, પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 12:54:51
  • Views : 387
  • Modified Date : 2020-09-28 12:54:51

       ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવશે. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે અને બપોરે 2 વાગ્યા આસપાસ બીચિંગ થશે. બીચિંગના અવસર પર કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહેશેઅત્યારે INS વિરાટ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9થી 10 નોટીકલ માઈલ દૂર છે. ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જહાજના બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બીચિંગ નિષ્ણાંત પૂર્વજીતસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવશે. બપોરે 2 વાગ્યા આસપાસ જહાજ બીચ થયા ગયા બાદ કિનારેથી વાયરો મોકલી અને જહાજને બાંધી દેવામાં આવશે..INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં બીચિંગ થઈ ગયા બાદ અલંગમાં બનાવવામાં આવેલા હેલીપેડ ખાતેથી તમામ મંત્રીઓ જહાજ પર હેલિકોપ્ટર દ્વારા જશે. અને જહાજના ડેક પરથી નિરીક્ષણ કરશે.વિરાટ જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગૃપના ચેરમેન મુકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ જહાજ ફક્ત જહાજ નથી પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય નૌસેનામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વિરાટ જહાજનો સ્ક્રેપ લેવા માટે દેશની અગ્રણી બે સ્કૂટર કંપનીઓ દ્વારા વાટાઘાટો કરવામાં આવી રહી છે. બિચીંગ માસ્ટર પૂર્વજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, જહાજને બિચીંગ કરાવવા માટે કોઈ ખાસ પ્રયત્નની જરૂર નથી. છતાં તમામ તકેદારી રાખવામાં આવશે. આમ હવે INS વિરાટ અલંગની શૈયા પર નામશેશ થવા જઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News