CM ગેહલોતના ભાઈની સામે તપાસનો રેલો ગુજરાત પહોંચ્યો, વડોદરા-ડીસા સહિત 15 સ્થળો પર CBIની રેડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 15:05:55
  • Views : 230
  • Modified Date : 2022-06-18 15:05:55

ગુજરાત સહિત દેશમાં 15 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા

ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં CBIની 15 સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એક ખાનગી કંપનીના ડાયરેકટર, પ્રમોટર્સ સહિતના 15 આરોપીઓ સામે CBIની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મ્યુરીએટ ઓફ પોટાશનું ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને વેચાણ કરીને સરકાર પાસેથી સબસીડીના રૂપિયાન પણ ક્લેઈમ કરવામાં આવ્યા હતાં. 

વડોદરા, ડીસા, ગાંધીધામમાં CBIના દરોડા

જેમાં વડોદરામાં કુસુમ ટ્રેડર્સને ત્યાં CBI ત્રાટકી હતી. જ્યારે ડીસામાં શરદ કક્કડના એગ્રો સેન્ટરને ત્યાં CBIની તપાસ હાથ ધરવામાં આવી છે.મ્યુરીએટ ઓફ પોટશ ફેલ્ડસ્પાર પાવડર અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટની આડમાં વિદેશોમાં પણ વેચ્યું છે. તેમજ ગાંધીધામમાં ભવાની રોડલાઈન્સ પર પણ દરોડા પાડ્યા છે.જેમાં વેચાણની નાણાંકીય બાબતને કાયદેસર બતાવવા માટે રાજસ્થાન અને કોલકતાના ડીલર્સને ઉભા કર્યા છે. 
 
આ કેસમાં એક્સાઈઝ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી 

ઉલ્લેખનીય છે કે,  2007 થી 2009 દરમિયાન આરોપીઓ સાથે કેટલાક સેન્ટ્રસ બોર્ડ ઓ એક્સાઈઝ અને કસ્ટમ્સના અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈએ હવે 24003 મેટ્રિક ટન જેટલા મ્યુરીએટ ઓફ પોટાશે જે કાયદેસર પરવાનગી વિના વેચવો ગુનો છે. એની તપાસ કરી છે. આ કેસમાં એક્સાઈઝ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે. 

 

 

Download Our B K News Today App



Related News