ભારતીય વિદ્યાર્થી બ્રિટનમાંથી લાપતા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 16:20:36
  • Views : 105
  • Modified Date : 2023-12-17 16:20:36

બ્રિટનમાં એક ભારતીય વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી લાપતા છે. શોધખોળ બાદ પણ તેનો કોઈ પતો મળી રહ્યો નતી. તમને જણાવી દઈએ આ વિદ્યાર્થીનું નામ જીએસ ભાટિયા છે. ભાટિયાએ બ્રિટનની લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તે છેલ્લે 15 ડિસેમ્બરે પૂર્વ લંડનના કેનેરી વ્હાર્ફમાં જોવા મળ્યો હતો અને ત્યારથી તે ગુમ છે. ત્યારે પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહ સિરસાએ વિદેશ મંત્રી એસ જયશંકર પાસે મદદ માગી છે અને તેની શોધખોળ કરવામાં આવેની માગ કરી છે.સિરસાએ લખ્યું, લોફબરો યુનિવર્સિટીના વિદ્યાર્થી જીએસ ભાટિયા 15 ડિસેમ્બરથી ગુમ છે. તે છેલ્લે ઈસ્ટ લંડનમાં કેનેરી વ્હાર્ફમાં જોવા મળ્યો હતો. તેણે આ વિદ્યાર્થીને શોધવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર, ભારતીય હાઈ કમિશન, લંડન અને લોફબોરો યુનિવર્સિટીની મદદ માંગી છે. સિરસાએ તે વિદ્યાર્થીની રહેઠાણ પરમિટ અને કૉલેજ આઈડી કાર્ડ પણ શેર કર્યા છે.બીજેપી નેતાએ લોકોને આ સમાચાર શેર કરવા કહ્યું છે. આ ઉપરાંત, બે નંબર પણ શેર કરવામાં આવ્યા છે, જેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને તેમના સંબંધિત કોઈપણ માહિતીના કિસ્સામાં સંપર્ક કરી શકાય છે. મનજિન્દર સિંહ સિરસાના જણાવ્યા અનુસાર, જીએસ ભાટિયા છેલ્લીવાર 15 ડિસેમ્બરના રોજ ઈસ્ટ લંડનના કેનેરી વ્હાર્ફમાં જોવા મળ્યો હતો. યુનિવર્સિટી અને ભારતીય હાઈ કમિશનને પણ તેને શોધવાના પ્રયાસોમાં જોડાવા વિનંતી કરી.સિરસાએ Xપર એક પોસ્ટમાં લખ્યું, ‘લોફબોરો યુનિવર્સિટીના વિદ્યાર્થી જીએસ ભાટિયા 15 ડિસેમ્બરથી ગુમ છે. કેનેરી વ્હાર્ફ, પૂર્વ લંડનમાં છેલ્લે જોવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરનું ધ્યાન દોરતા, અમે લોફબરો યુનિવર્સિટી અને લંડનમાં ભારતીય હાઈ કમિશનને વિનંતી કરીએ છીએ કે તેઓ તેને શોધવાના પ્રયાસોમાં જોડાય. તમારી મદદ મહત્વપૂર્ણ છે. કૃપા કરીને શેર કરો અને સંદેશ ફેલાવો’.તેણે X પર ભાટિયાની રહેઠાણ પરમિટ અને કૉલેજ ઓળખ કાર્ડ પણ પોસ્ટ કર્યું. ભાજપના નેતાએ લોકોને આ સમાચાર શેર કરવા કહ્યું અને ભારતીય વિદ્યાર્થી વિશે કોઈપણ માહિતી પ્રદાન કરવા માટે બે સંપર્ક નંબરો શેર કર્યા.અગાઉ મીત પટેલ નામનો ભારતીય વિદ્યાર્થી 17 નવેમ્બર 2023ના રોજ લંડનમાં ગુમ થયો હતો. મીટ 20 નવેમ્બરે શેફિલ્ડ હાલમ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવા અને એમેઝોનમાં નોકરી શરૂ કરવા શેફિલ્ડ જવાની હતી. 17 નવેમ્બરે તે ઘરે પરત ન ફરતાં તેના સંબંધીઓ ચિંતાતુર બન્યા હતા. તેણે મીતના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. ચાર દિવસ પછી, 21 નવેમ્બરના રોજ, કેનેરી વ્હાર્ફ વિસ્તારમાં થેમ્સ નદીમાંથી 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુને શંકાસ્પદ ગણી શકાય નહીં.

Download Our B K News Today App



Related News