ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ડૂબેલા MSV કૃષ્ણ સુદામા શીપમાંથી ભારતીય કોસ્ટ ગાર્ડે 12 ક્રુ મેમ્બરના જીવ બચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 14:10:26
  • Views : 357
  • Modified Date : 2020-09-27 14:10:26

      ઓખા ભારતીય કોસ્ટ ગાર્ડે ગત રાતે MSV કૃષ્ણ સુદામા નામનું શીપ મધ દરિયે ડૂબવા લાગતા 12 ક્રુ મેમ્બરના જીવ બચાવી લીધા છે. ચોખા અને ખાંડનો 905 ટન માલ લઈને શીપ જઈ રહ્યું હતું. ત્યારે ગત રાત્રે 9 વાગ્યે અચાનક ડૂબવા લાગ્યું હતું. ઘટનાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડેને થતાં ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ડૂબેલા શીપમાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે 12 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા.MSV કૃષ્ણ સુદામા નામનું શીપ ચોખા અને ખાંડનો 905 ટન માલ લઈને જઈ રહ્યું હતું. ત્યારે ગત રાત્રે 9 વાગ્યે અચાનક ડૂબવા લાગતા શીપ અંદર રહેલા 12 જેટલા ક્રુ મેમ્બર મોતનો સામનો કરી રહ્યાં હતા અને મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ ઓખાને જાણ કરવામાં આવી હતી. જેથી ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ ઓખાથી લગભગ 10 નોટિકલ માઈલ પર આવેલા MSV કૃષ્ણ સુદામા નામના શીપમાં સવાર 12 ક્રુ મેમ્બરની શોધખોળ કરી તમામને બચાવી લીધા હતાં.ભારતીય કોસ્ટ ગાર્ડે MSV કૃષ્ણ સુદામા નામના શીપને બચાવવા માટે ઘણી કોશિશ કરી હતી. પરંતુ પૂરના કારણે શીપ ડૂબી ગયું હતું. પરંતુ કોસ્ટગાર્ડે તમામ ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા અને તમામને ઓખા ખાતે લાવવામાં આવ્યાં હતા.

Download Our B K News Today App



Related News