ભારતીય વાયુસેનાની તાકાત વધશે, IAFને મળ્યું પહેલું લાઈટ કોમ્બેટ ટ્વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-04 16:12:10
  • Views : 112
  • Modified Date : 2023-10-04 16:12:10

કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. ભારતીય વાયુસેના અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તે મૂજબ HLA 8 લાઈટ કોમ્બેટ ટ્વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ વાયુ સેનાને સોંપશે. HALને આવા 18 ટ્વીન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર મળ્યો છે.ભારતનું સ્વદેશી ફાઇટર જેટ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું. તેજસનું આ મોડેલ તેના ટેસ્ટ દરમિયાન તમામ માપદંડોમાં પૂર્ણ સાબિત થયું છે. તેજસનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) તેને એક મોટી સિદ્ધિ ગણાવી છે. આ LCA ટ્રેનર એરક્રાફ્ટનું નામ LT-2501 રાખવામાં આવ્યું છે. તેને લીડ-ઇન ફાઇટર ટ્રેનર એટલે કે લિફ્ટ પણ કહેવામાં આવે છે.કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. ભારતીય વાયુસેના અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તે મૂજબ HLA 8 લાઈટ કોમ્બેટ ટ્વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ વાયુ સેનાને સોંપશે. HALને આવા 18 ટ્વીન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર મળ્યો છે.સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતનું લાઇટ કોમ્બેટ ટ્વીન-સીટર ટ્રેનર એરક્રાફ્ટ Tejas Mark-1 અને Mark-1A HAL તેજસના 3 પ્રોડક્ટ મોડલમાંથી છે. ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતા આ એરક્રાફ્ટ વાયુસેનાના પાઇલટ્સને આધુનિક ફાઇટર પ્લેન ઉડાવવા માટે જરૂરી અનુભવ પ્રદાન કરશે.

Download Our B K News Today App



Related News