ભારતનું તટસ્થ વલણ: UNSCમાં ફરી વોટિંગમાં ન લીધો ભાગ, પણ આ વખતે રશિયાને લાગ્યો ઝટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 12:22:45
  • Views : 359
  • Modified Date : 2022-03-24 12:22:45

યુક્રેન માનવીય સંકટને લઈને રશિયાએ યુનાઈટેડ નેશન્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જેનાં સમર્થનમાં ભારતે વોટ કરવાનું ટાળ્યું હતું.

 



UNSCમાં રશિયાના પ્રસ્તાવ પર ચીને આપ્યો વોટ

રશિયાના પ્રસ્તાવ પર વોટિંગથી ભારત દૂર રહ્યું

રશિયા અને ચીને યુક્રેન પર રશિયાના ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન

 

યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર રશિયાના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરવા માટે ભારતે UNSCમાં ભાગ ના લીધો. રશિયા અને ચીને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું તો ભારતે 13 દેશોમાં સામેલ હતું કે જેણે મતદાન પ્રક્રિયામાં ભાગ હતો લીધો. જેના કારણે યુક્રેન પર રશિયાના ડ્રાફ્ટ રિઝોલ્યુશનને UNSCમાં સ્વીકારી શકાયું નહીં.

 

UNSCમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવમાં રશિયાએ યુક્રેન પરના આક્રમણનો ઉલ્લેખ નથી કર્યો જેના કારણે પ્રસ્તાવની વ્યાપક રીતે ટીકા થઈ રહી છે. યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર યુએન સુરક્ષા પરિષદમાં રશિયન-ડ્રાફ્ટ ઠરાવ પર ભારતે વોટિંગ કરવાનું ટાળ્યું હતું. ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ઠરાવ પર મતદાન કરવાથી બચવા માટે પશ્ચિમી દેશોમાં જોડાયા હતાં. યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં માત્ર રશિયા અને ચીને યુક્રેન પર રશિયાના ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, બાકીના 13 સભ્યો ગેરહાજર હતાં.

 

રશિયા હુમલાખોર છે, આક્રમક છે અને સતત ઘૂસણખોરી કરી રહ્યું છે : અમેરિકી રાજદૂત

 

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે UNSCમાં નિવેદન આપ્યું હતું કે, રશિયા હુમલાખોર છે, આક્રમક છે અને સતત ઘૂસણખોરી કરી રહ્યું છે. યુક્રેનમાં રશિયન સૈન્ય નાગરિકો સામે નિર્દયતાના અભિયાનમાં વ્યસ્ત છે. અમેરિકી રાજદૂતે વધુમાં કહ્યું કે બધું હોવા છતાં રશિયા ઈચ્છે છે કે અમે એક એવો ઠરાવ પસાર કરીએ જે તેની બધી ખામીઓને સ્વીકારે નહીં.

 

તમને જણાવી દઈએ કે રશિયાના યુએનએસસીમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં યુક્રેન સંકટમાં મોસ્કોની ભૂમિકા અંગે કોઈ ઉલ્લેખ નથી. રશિયાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને યુક્રેનની બહારના ગંતવ્યોમાં સલામત માર્ગની મંજૂરી આપવા અને અવરોધ વિના માનવતાવાદી સહાય પૂરી પાડવા આહ્વાન કર્યું છે.

 

 

Download Our B K News Today App



Related News