ભારતીય સેનાએ પાકના ત્રણ સૈનિકોને ઠોકી દીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 15:53:34
  • Views : 587
  • Modified Date : 2019-08-16 15:53:34

ભારતના સ્વતંત્રતા પર્વે યુધ્ધ વિરામનો ઉલ્લંઘન કરવાની ગુસ્તાખી કરનાર પાકિસ્તાનને ભારતીય સેનાએ બરાબર પાઠ ભણાવ્યો છે.

પાકિસ્તાને 15 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરના રાજોરી અને ઉરી સેક્ટરમાં યુધ્ધ વિરામનો ઉલ્લંઘન કરીને ફાયરીંગ શરૂ કર્યુ હતુ. જેના જવાબમાં પહેલેથી જ એલર્ટ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકના ત્રણ સૈનિકોને ઢાળી દીધા હતા.

પાકિસ્તાને અફવા ફેલાવવા માટે ભારતના પાંચ સૈનિકો મોતને ભેટ્યા હોવાનો દાવો કર્યો હતો. ભારતીય સેનાએ તરત જ આ જુઠ્ઠાણાને રદિયો આપીને ભારતીય સેનાને કોઈ નુકસાન નહી થયુ હોવાની સ્પષ્ટતા કરી હતી.


Download Our B K News Today App



Related News