FRCના નિયમની જેમ 25 % ફી માફીનો લાભ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને નહિ મળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 15:07:11
  • Views : 346
  • Modified Date : 2020-10-18 15:07:11

       રાજ્યમાં જ્યારે એફઆરસીનો નિયમ લાગુ કરાયો ત્યારે સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને એફઆરસીના કાયદાથી બાકાત રખાઇ હતી. જેના કારણે સ્વતંત્ર પ્રિપ્રાઇમરી સ્કૂલો પોતાની રીતે ફી વસૂલી રહી છે. ઉપરાંત જ્યારે હવે સરકારે રાજ્યની દરેક સ્કૂલોની ફીમાં 25 ટકાની માફી આપી છે ત્યારે પ્રી-પ્રાઇમરી સ્કૂલોને આ નિયમ લાગુ કરાયો નથી. જેથી પ્રી પ્રાઇમરીના બાળકોના વાલીમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે સમય પ્રમાણે પ્રી- પ્રાઇમરી માટે કોઇ કાયદા ન બનાવતા આજે ફી માફીનો લાભથી વાલીઓ વંચિત રહ્યાં છે.એફઆરસીનો નિયમ જેમ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરીને નથી લાગુ પડતો નથી એ જ રીતે 25 ટકા ફી માફીનો નિયમ પણ સ્વતંત્ર પ્રી પ્રાઇમરી સ્કૂલોને લાગુ ન થતો હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલ 800 જેટલી સ્કૂલોમાં 20 હજાર કરતાં વધુ બાળકો અભ્યાસ કરે છે. આ સ્કૂલોની ફી 5 હજારથી લઇને 40 હજાર સુધી વસૂલાય છે. તજજ્ઞોના મતે પ્રી પ્રાઇમરી એફઆરસીનું જ્યુરિડિક્શન નથી, પરંતુ રાજ્યની જમીન પર છે તો નિયમ લાગુ થવા જોઇએ.મોટે ભાગે સ્વતંત્ર ચાલતા પ્રી પ્રાઇમરી સેક્શન કોઇ બંગલો, ફ્લેટમાં ચાલતા હોય છે. આ પ્રી-પ્રાઇમરી સેક્શન સ્વતંત્ર રીતે ચાલતા હોવાથી તેની મંજૂરી શિક્ષણ વિભાગ પાસેથી મેળવતા નથી. જ્યારે ઘણા પ્રી- પ્રાઇમરીના માલિકો મહિલા અને બાળ વિભાગમાંથી મંજૂરી મેળવે છે. જેથી શિક્ષણ વિભાગનો કોઇ અંકુશ આ પ્રી-પ્રાઇમરી પર હોતો નથી. જેવી રીતે ખાનગી ટ્યુશન ચાલે છે તેવી જ રીતે સ્વતંત્ર પ્રી પ્રાઇમરી ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News