દાહોદમાં 22000 કરોડની પરિયોજનાનું ઉદ્ધાટન કરતા PM મોદીએ કહ્યું- 'હું તો તમારા ઘરનો જ માણસ છું, ઋણ ચૂકવતો રહીશ'
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-04-21 12:24:31
- Views : 243
- Modified Date : 2022-04-21 12:24:31
દાહોદમાં ભવ્ય સભાનું આયોજન
રેલવે વર્ક શોપનું PMના હસ્તે ખાતમુહૂર્ત
દાહોદમાં બનશે રેલવે એન્જિન
PM મોદીની ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ છે. તેઓ સવારે
10.30 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત વૈશ્વિક આયુષ રોકાણ અને
આવિષ્કાર સંમેલનમાં હાજરી આપી હતી. પીએમ મોદી દાહોદમાં આદિજાતી મહાસંમેલનમાં હાજરી આપી લાખોની મેદનીને સંબોધન
કર્યું હતું.આ દાહોદ પ્રવાસ દરમિયાન 22 હજાર કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી. આ મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના
લોકો હાજર રહ્યા હતા. PM મોદીએ કહ્યું કે, દાહોદમાં અનેક પરિવારો સાથે અને આખા વિસ્તારમાં મેં બહુ લાંબા સમય
સુધી મારો સમય વિતાવ્યો છે.
દાહોદના વિસ્તારમાં મેં બહુ લાંબા સમય સુધી મારો
સમય વિતાવ્યો: PM મોદી
આ પ્રસંગે ભવ્ય સભાનું આયોજન કરાયું છે. જેમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુ
અને મક્કમ મુખ્યમંત્રી ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે અહીં આદિવાસી
લાખો બહેન-ભાઈ અમને આશિર્વાદ આપવા માટે પધાર્યા છે. આપણે ત્યાં જૂની માન્યતા છે કે, આપણે જે જગ્યા પર
રહીએ છીએ, જે પરિવેશમાં રહીએ છીએ, તેનો મોટો પ્રભાવ આપણા જીવન પર રહે છે. મારા જીવનના પ્રારંભિક જીવનની
શરૂઆત હતી, હું ઉમરગામથી અંબાજી, ગુજરાતની પૂર્વ પટ્ટી, આખુ મારુ આદિવાસી ક્ષેત્ર મારુ કાર્યક્ષેત્ર હતું, તેમની સાથે રહેવું, તેમની સાથે જીવવુ
અને તેમને સમજવું એ મારા જીવન ઘડતરના પ્રારંભિક તબક્કા હતા. તેમણે ઘણું બધુ મને
શિખવ્યું એટલે હવે હું તેમના માટે કંઇકને કંઇક કરું છું. ભારતનો કોઈપણ આદિવાસી
વિસ્તાર હોય, હું કહી શકું છું કે, તેમનું જીવન એટલે પાણી જેટલું પવિત્ર હોય છે. દાહોદમાં અનેક પરિવારો
સાથે અને આખા વિસ્તારમાં મેં બહુ લાંબા સમય સુધી મારો સમય વિતાવ્યો છે. આજે મને આપ
સૌને એક સાથે મળવાનું સૌભાગ્ય મળ્યું છે.
દાહોદ અને પંચમહાલના વિકાસ સાથે જોડાયેલા 22 હજાર કરોડની પરિયોજનાઓનું થયું ઉદ્ધાટનઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, આ કડીમાં આજે દાહોદ અને પંચમહાલના વિકાસ સાથે જોડાયેલા 22 હજારના ખર્ચે પરિયોજનાઓનું ઉદ્ધાટન થયું છે.
પે-જલ સાથે જોડાયેલી યોજના છે. દાહોદને સ્માર્ટ સીટી બનાવવા માટે કેટલાક પ્રોજેક્ટ
છે. પાણી પ્રોજેક્ટથી માતા-બહેનોને મોટો ફાયદો થશે. ત્રીજું મોટું કામ થશે. જેમાં
મેક ઇન્ડિયાનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે દાહોદ. હવે દાહોદમાં 20 હજાર કરોડનું
કારખાનું લાગવાનું છે.
મારું સપનું પુરૂ થશે, હવે વિદેશોમાં પણ
દાહોદનું લોકલ મટિરિયલ વપરાશેઃ PM મોદી
એમ મોદીએ હું જ્યારે દાહોદ આવવાનો હતો. મને પ્રકૃતિ સાથે જીવવાનું પસંદ હતું. પરંતુ મને દુઃખ
થતું હતું કે અહીંનું રેલવે વર્કશોપ નિષ્ક્રિય થતું હતું. ત્યારે મારુ સપનું હતું
તેને ફરી સજીવન કરવાનું. હવે મારું સપનું પુરૂ થશે. હવે ભારતીય રેલવે આધુનિક થઇ
રહી છે. માલગાડી માટે અલગથી રસ્તા, આના પર ઝડપથી માલગાડીઓ ચાલી શકે. માલ પરિવહન સસ્તુ થાય. વિદેશોમાં પણ
ડિમાન્ડ છે તે ડિમાન્ડ દાહોદ હવે પુરી કરશે. દાહોદમાં બનેલું લોકલ મટિરિયલ વિદેશોમાં વપરાશે. હવે
નવા કારખાનાથી નવ યુવાનોને રોજગાર મળશે. નવું દાહોદ બની જશે. હવે અમારુ દાહોદ વડોદરા સાથે સ્પર્ધા કરીને આગળ ઉઠવા માટે કામ કરી રહ્યું છે.
જે કામ હું ભૂતકાળમાં ન કરી શક્યો તે ભૂપેન્દ્ર
પટેલે કરી બતાવ્યું: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, મેં દાહોદમાં અનેક
દશકા અહીં વિતાવ્યા. એક જમાનો હતો કે અહીં બસમાં આવતો, કોઈ વાહનમાં આવતો, મુખ્યમંત્રી સમયે પણ
અનેક પ્રવાસ કર્યા, મુખ્યમંત્રી વખતે પણ આટલો મોટો કાર્યક્રમ કરી નહોતો શક્યો. ગુજરાતના
લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમાલ કરી દીધી છે. ભૂતકાળમાં કોઈએ ન જોયો
હોય તેવું કામ કરી બતાવ્યું છે.
ઘરે ઘરે નળથી પાણી પહોંચી રહ્યું છે: PM મોદી
મારે ઘરે ઘરે નળથી ઘરે પાણી પહોંચાડવું છે.
માતા-બહેનોના આશિર્વાદથી ઘરે પહોંચે તે હું કરી બતાવીશ. અઢી વર્ષમાં 6 કરોડથી વધારે
કુટુંબોને પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં આપણે સફળ થયા છીએ. આદિવાસી પરિવારોમાં જળ
પહોંચાડી શક્યા છીએ. આગળ પણ કામ ચાલુ રહેશે.
કોરોનામાં
80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું: PM મોદી
કોરોના ગયો નથી ત્યાં યુદ્ધ જેવી મુસિબતો, તે વચ્ચે પણ દુનિયા
સામે ધિરજ પૂર્વક મુસિબત વચ્ચે પણ મક્કમતા પૂર્વક આગળ વધી રહ્યો છે. આવા મુશ્કેલ
સમયમાં સરકારે ગરબીોને ભૂલવા માટેની તક ઉભી થવા નથી દીધી. આદિવાસી, દલિત, ગરીબનું સુખ તેનું
ધ્યાન રાખ્યું. શહેરોમાં કામ બંધ થઇ ગયા. બધુ બંધ થયું પાછા આવ્યા. ત્યારે ગરીબના
ઘરમાં ચૂલો સળગે તે માટે હુંજાગતો રહ્યો. તેમના ઘરમાં મફત અનાજ પહોંચાડ્યું છે. 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને અનાજ
પહોંચાડ્યું છે. વીજળી, પાણી, ગેસનો ચૂલો, વેલનેસ સેન્ટર હોસ્પિટલ મળે,
108 સેવા મળે,
સ્કૂલો મળે,
રોડ મળે આ ચિંતા એક સાથે ગુજરાતના ગામડા સુધી
પહોંચે તે માટે ભારત અને રાજ્ય સરકાર ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છીએ.
અમદાવાદની બજારોમાં દાહોદનું શાકભાજી વેચાય છે, દાહોદના ફૂલ મુંબઈના
ભગવાનને ચડતા હતા: PM મોદી
ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક, ભારત સરહકારઅને
ગુજરાત સરકાના લાભાર્થીઓ સાથે બેઠો હતો, તેમના અનુભવ સાંભળ્યા કે મને એટલો આનંદ હતો કે તેને શબ્દોમાં ન વર્ણવી
શકું. નિશાળમાં પગ ન મૂક્યો હોય તેવી બહેનો પ્રાકૃતિક ખેતી કરી રહી છે. તેમની
શાકભાજી અમદાવાદની બજારોમાં વેચાય છે.પીએમએ કહ્યું કે, પ્રગતિના માર્ગમાં
એક વાત નક્કી છે, જેટલી પ્રગતિ કરવી હોય એટલી કરીએ,
આપણી પ્રગતિમાં આપણી માતા-બહેનો પાછળ ન રહી જાય, તે ખભેખભો મિલાવીને
આગળ વધે તે કેન્દ્રમાં હોય છે.દાહોદના ફૂલ મુંબઈના ભગવાનને ચડતા હતા, પ્રાકૃતિક ખેતી તરફ
ખેડૂતો વળ્યા છે. ત્યારે આદિવાસી શરૂઆત કરે એટલે બધાને કરવી જ પડે. આ દાહોદે કરી
બતાવ્યું છે.
ભગવાન બિરસા મૂંડાની સ્વાતંત્રતાને અગાઉની સરકારો
ભૂલી ગઈ હતી: PM મોદી
વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. શિકલ સેલની બિમારીના
કારણે આદિવાસી દિકરા દીકરીઓને વેઠવું પડે છે,
તેમાથી બહાર આવી રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ, દેશના 7 દાયકા ગયા તેમાં
આઝાદીના મૂળ લડવૈયાઓ સાથે આંખમિચોલી કરી. ગુજરાતમાં હતો ત્યારે મેં એક જહેમત ઉઠાવી
હતી. ભગવાન બિરસા મૂંડા 1857ના સ્વાતંત્રતાને અગાઉની સરકારોએ ભૂલાવ્યા હતા. આપણે રાંચીમાં તેમનું
મ્યૂઝિયમ બનાવ્યું છે.
7 દાયકાઓમાં માત્ર 18 ટ્રાયબલ ઇન્સ્ટીટ્યૂટ બની હતી અને મેં 7 જ વર્ષમાં 9
બનાવી દીધીઃ PM
મોદી
આદિવાસી લોકો નર્સિંગમાં જાય, ડોક્ટર બને. આખા
આદિવાસી પટ્ટામાં શાળા હતી પણ વિજ્ઞાનની શાળા નહોતી. તો આદિવાસી દિકરા દીકરી
ડોક્ટર અને એન્જિનયર કેવી રીતે બની શકે. ત્યારે મેડિકલ કોલેજો ડિપ્લોમા કોલેજો અને
નર્સિંગની કોલેજો ચાલી રહી છે. ભારત સરકારની યોજનાથી વિદેશોમાં ભણવા ગયા છે
આદિવાસી દિકરા દીકરીઓ.એકલવ્ય શાળામાં આધુનિક શિક્ષણ મળે તે માટે ચિંતા કરી રહ્યા
છીએ. ટ્રાયબલ ઇન્સ્ટીટ્યૂટ 7 દાયકામાં માત્ર 18 બન્યા. મેં 7 જ વર્ષમાં નવા 9 બનાવી દીધા છે. કેટલી પ્રગતિ થાય છે અને કેટલા પાયા પર થયા છે ત્યારે
પ્રગતિ કેમ કરાય તે મે કામ ઉપાડ્યું છે.
સાપ કરડે અને તુરંત 108માં ઇન્જેક્શન મળે
તેવી વ્યવસ્થા આદિવાસી બહેનોની સલાહથી ઉભી કરી હતી: PM મોદી
હું દાહોદ આવેલો, કેટલી બહેનો મળેલી, તે બહેનોએ કહેલું કે, 108માં એક કામ કરોને, કે સાપ કરડે તો લોકો મૃત્યુ પામે છે. 108માં સાપ કરડે અને તુરંત જે ઇન્જેક્શન મળે તે સેવા
ચાલી રહી છે. પશુપાલન આજે પંચમહાલની ડેરીનું નામ થઇ રહ્યું છે. પહેલા કોઈ પૂછતું ન
હતું. તમામ વિકાસ કાર્યગમાં ગુજરાત આગળ વધે. ગામેગામ સખી મંડળો ઉભા થયા છે. બહેનો
પોતે જ સખી મંડળોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આદિવાસી વિસ્તારમાં 75 મોટા તળાવ બનાવવાની
મારી ઇચ્છા છે તે પૂરી કરી આપોઃ PM મોદી
ચાર દિશામાં પ્રગતિના કામ ઉપાડ્યા છે. તમામ
આદિવાસી નેતાઓ અહીં ઉપસ્થિત છે. મારી ઇચ્છા છે તે પૂરી કરી આપો. તમે મને ક્યારેય
નિરાશ નથી કર્યો. આદિવાસી ભાઈ કોઈપણ કામ પૂર્ણ કરી બતાવે છે. આદિવાસી વિસ્તારમાં 75 મોટા તળાવ બનાવી
શકીએ. 75 તળાવ 1-1 જિલ્લામાં, વરસાદનું પાણી તેમાં ભરાય તે માટે કામ કરીએ. જેને લઇને અહીંનું જીવન
પાણીદાર બની જશે. પાણી માટે તળાવો બનાવીએ.
PM મોદી પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું
નર્મદા બેઝીન વિસ્તારમાં 840 કરોડના ખર્ચે આ
યોજના તૈયાર કરાઇ
280 ગામડાઓની પાણીની જરૂરિયાત પુરી કરી શકાશે
દાહોદ સ્માર્ટસિટી યોજનાના 5 પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું
335 કરોડના ખર્ચે તૈયાર પરિયોજનાઓનું ઉદ્વાટન કરાશે
દાહોદમાં એશિયાનો સૌથી મોટો ડોમ
દાહોદમાં પીએમ મોદીના આ આદિજાતી મહાસંમેલનના
કાર્યક્રમમાં એશિયાનો સૌથી વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. 2 લાખ લોકો આ ડોમમાં બેસી
શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.600 મીટર લાંબા અને 132 ફૂટ પહોળા ડોમની અદભૂત રચના કરવામાં આવી છે.જેનું કુલ ક્ષેત્રફળ17.98 લાખ ચોરસ ફૂટ હતું.
51 મીટરની ખાસ પાઘડી પહેરાવી આદિવાસી સમાજે સ્વાગત કર્યું
PM મોદીનું દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત
કરવામા આવ્યું હતું. પીએમ મોદીને આદિવાસી સમુદાયની રક્ષાનું પ્રતિક સમાન 51 મીટરની ખાસ પાઘડી
પહેરાવવામાં આવી હતી. અભલોડ ગામના સરપંચ વરસિંગ ભાભોરે સમાજ તરફથી 21મી વખત PM મોદીને પાઘડી
પહેરાવી છે. દાહોદમાં અલગ-અલગ સંમેલનમાં 15
વખત પાઘડી પહેરાવી હતી. તેમજ 5 વખત દિલ્લી મુલાકાત
સમયે પાઘડી પહેરાવી હતી. મહત્વનું છે કે આદિવાસી સમુદાયની પાઘડી સમુદાયના મુખ્ય
વ્યક્તિના શિરે હોય છે.
PM મોદીનું દાહોદ કનેક્શન
PM મોદીએ અનેક યોજનાઓ દાહોદથી લોન્ચ કરી છે
આદિવાસી સમાજ માટેની સૌથી મોટી યોજના દાહોદથી
લોન્ચ કરી હતી
15 હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના લોન્ચ કરી હતી
ચિંરજીવી યોજના પણ PM મોદીએ દાહોદથી લોન્ચ
કરી હતી
PM બન્યા બાદ દાહોદથી ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી
PM મોદી સંઘના પ્રચારક હતા તે સમયથી દાહોદથી જોડાયેલા
સંઘ પ્રચારક તરીકે અનેક વખત દાહોદની મુલાકાત લીધી
હતી
તે સમયે તેઓ પોતાના કપડા સંગમ ટેલરમાં શિવડાવતા
હતા
CM બન્યા બાદ પણ કપડા સંગમ ટેલરમાંથી મંગાવતા હતા
સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં પણ દાહોદનો સમાવેશ
કરવામાં આવ્યો
સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં નગરપાલિકા તરીકે
એકમાત્ર દાહોદનો સમાવેશ
100 શહેરોમાંથી 99 શહેરો મહાનગરપાલિકા જ્યારે દાહોદ એકમાત્ર નગરપાલિકા
દાહોદમાં રેલવે વર્ક શોપના ખાતમુહૂર્તમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ સહિત
અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 15
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 41
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 22
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 100
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 110
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 60



