બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતનું આ પહેલૂ બોર્ડર પોઈન્ટ છે, જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 10:41:26
  • Views : 230
  • Modified Date : 2022-04-11 10:41:26

125 કરોડના ખર્ચેનડાબેટ બોર્ડર પર તૈયાર કરાયું દેશનું પ્રથમ અત્યાધુનિકબીએસએફનુંસીમાદર્શન પ્રોજેક્ટ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતનું આ પહેલૂ બોર્ડર પોઈન્ટ છે, જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ગુજરાતના પ્રવાસે છે. આ તકે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. નડાબેટ બોડર પર પ્રવાસન સ્થળ તરીકે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાતનું આ પહેલી બોર્ડર પોઈન્ટ છે, જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નડાબેટમાં માત્ર BSFના જવાનો જ પ્રદર્શન કરશે, જેમાં પાકિસ્તાન આર્મી ભાગ નહીં લે. નડાબેટનો પોઈન્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 20થી 25 કિલોમીટર પહેલા જ બનેલો છે. નડાબેટ સૈનિકોની કહાણીઓ આપણી સામે દૃષ્ટિબિંદુમાં રજૂ કરશે. પ્રવાસીઓ સરહદ પરના તારાઓને સ્પર્શ કરીને તેમને અનુભવી શકશે. સાથે જ આનાથી ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.નડાબેટ બોડર બાબતે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના એમડી આલોક કુમાર પાંડે વિગત આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન બોર્ડર થી 25 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલા સુઈ ગામ ખાતે આ પ્રોજેક્ટ 125 કરોડના ખર્ચે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જે રીતે અટારી અને વાઘા બોર્ડર પરેડ થાય છે અને લોકો દેશ પ્રેમનું મહત્વ સમજે છે તેવી જ પેટન થી ગુજરાતમાં નડાબેટ બોર્ડર પર ટુરીઝમ તૈયાર કરવામાં આવી છે.પ્રવાસ અંગે વધુમાં માહિતી આપતા આલોક કુમાર પાન્ડેએ જણાવ્યું હતું કે આજે પણ પ્રવાસીઓ આવશે તે લોકોને પૂરેપૂરું પેકેજ આપવામાં આવશે. અહીંયા ટિકિટ પણ રાખવામાં આવી છે જ્યારે લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો નડાબેટ બોર્ડર ઉપર એક ખાસ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઇતિહાસને ગુજરાતને લગતી તમામ પ્રકારની માહિતીઓ રાખવામાં આવી છે સાથે જ બોર્ડર ઉપર સિક્યુરિટી કઇ રીતનું કામ કરે છે તે પ્રકારની માહિતી પણ આપવામાં આવતો સાથે જ જે યુવાનો BSFમાં અને આર્મીમાં જોડાવા માંગે છે તેવા યુવાઓને પૂરેપૂરી માહિતી પણ આપવામાં આવશે.નડાબેટ બોર્ડર ઉપર એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઓડિયો અને વિડીયોના મદદથી તમામ વસ્તુઓની માહિતીઓ પણ આપવામાં આવશે. સાથે જ નડાબેટ બોર્ડર પાસે જે પ્રવાસન વિભાગ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.નિશાનના નામે એક આર્ટ ગેલેરી પણ છે. આ સિવાય એડવેન્ચર એરેના એક્ટિવિટી ઝોન પણ છે જેમાં ઝિપ-લાઈનિંગથી લઈને શૂટિંગ, ક્રોસબો, પેંટબોલ, રોકેટ ઈજેક્ટર વગેરેનો આનંદ લઈ શકાય છે. તે જ સમયે, BSFને સમર્પિત એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મિગ-27 ફાઈટર એરક્રાફ્ટ અને BSF પિલર છે.

 

રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.

 

- પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી

 

      સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.

 

- પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે

 

      આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે.

 

- બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે

 

      નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.આ પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના 5 લાખ લોકોને રોજગારી મળશે.અને દરેક પ્રવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં એક રાત રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.વધુમાં નડાબેટ ખાતે ખાસ બાળકો માટે અલગ પ્રકારનું સ્થળ બનાવવામાં

આવ્યું છે.

     


 

 

Download Our B K News Today App



Related News