વડોદરામાં આશા વર્કરોએ 33 રૂપિયાની જગ્યાએ પ્રતિદિન 350 રૂપિયા આપવાની માંગ સાથે ક્લેક્ટરને રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 17:22:40
  • Views : 408
  • Modified Date : 2020-09-22 17:22:40

       છેલ્લા સાત માસથી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં જીવ જોખમમાં મુકીને કોરોના વોરીયર તરીકે ફરજ બજાવી રહેલી આશા વર્કરોને પ્રતિદિન રૂપિયા 350 આપવાની માંગ સાથે આશા વર્કરોએ આજે કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા. આશા વર્કરોએ જણાવ્યું કે, પ્રતિદિનના આપવામાં આવતા 33 રૂપિયામાં અમારા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.કોરોનાની મહામારીમાં આશા વર્કરોને ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. વડોદરા શહેરમાં 200 ઉપરાંત આશા વર્કરો ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે. માર્ચ માસથી શરૂ થયેલી કોરોનાની મહામારીમા આશા વર્કરો પોતાની જિંદગીની પરવા કર્યા વિના કામ ગરી કરી રહી છે. પરંતુ, આશા વર્કરોને એક દિવસનું માત્ર 33 રૂપિયા ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. આશા વર્કરોની મદદ કોરોનામાં તો ઠીક અન્ય કામગીરીમાં પણ તેઓની મદદ લેવામાં આવે છે. પરંતુ, તેઓ પાસે જેટલી કામગીરી કરાવવામાં આવી રહી છે. તેની સામે તેઓને મહેનતાણું મળતું નથી.આશા વર્કરો દ્વારા મહેનતાણું વધારવા માટે સબંધિત વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે આજે આશા વર્કરો મહિલા શક્તિ સેલના પ્રમુખ ચંદ્રિકાબહેન સોલંકીની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે તેઓને મળતા મહનતાણાંના ચેક લઇને ભેગી થઇ હતી. અને કલેક્ટરને મહેનતાણું વધારવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આશા વર્કરોએ ભથ્થું વધારવાની માંગ સાથે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આશા વર્કરોએ જણાવ્યું કે, રોજના 33 રૂપિયામાં કોરોનાની સર્વેની કામગીરી કરવી શક્ય નથી.મહિલા શક્તિ સેલના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે, વડોદરાના આશા વર્કરો ગત માર્ચ માસથી પાયાના વોરીયર તરીકે કામ કરી રહ્યા છે. કોરોના ક્યારે ખતમ થવાનો છે. તેનો કોઇ ટાઇમ નથી. આશા વર્કરો પોતાનો જીવ જોખમમાં મુકીને રોજના 33 રૂપિયામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે. આ સર્વેની કામગીરી શારીરીક અને માનસિક પીડા આપતી કામગીરી છે. રોજના 33 રૂપિયામાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. સરકાર કહે છે ઇમ્યુનિટી સીસ્ટમને સ્ટ્રોંગ બનાવો. પરંતુ, 33 રૂપિયામાં ઇમ્યુનિટી કેવી રીતે સ્ટ્રોંગ બને. આશા વર્કરોને સરકાર નૈતિકતાના ધોરણે પ્રતિદિન રૂપિયા 350 પ્રમાણે ભથ્થુ આપે તેવી અમારી માંગણી છે. જો સરકાર દ્વારા અમારી માંગણી સ્વિકારવામાં નહિં આવે તો આશા વર્કરો આવનારા દિવસોમાં કોરોના સહિતની કામગીરી બંધ કરી દેતા ખચકાશે નહિં.

Download Our B K News Today App



Related News