રાજ્યના આ ત્રણ જિલ્લાઓમાં ફરી ભુક્કા બોલાવશે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-02 18:20:56
  • Views : 64
  • Modified Date : 2024-09-02 18:20:56

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે. ગુજરાતના માથે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓને ઘમરોળશે. જેમા છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.આ દરમિયાન પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.અમરેલી, ભાવનગર, અમદાવાદમાં વરસાદનું યો એલર્ટ અપાયુ છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની વકી છે. આવતીકાલે ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  

Download Our B K News Today App



Related News