છેલ્લા 4 મહિનામાં 24,502 ગુજરાતીઓનું વતનમાં યુ ટર્ન, 'વંદે ભારત મિશન' હેઠળ ઘરે પરત ફર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 17:15:35
  • Views : 408
  • Modified Date : 2020-09-22 17:15:35

        ડિસેમ્બરથી શરૂ થયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે અમેરિકા, યુકે, રશિયા તેમજ ભારત સહિતના મોટાભાગના દેશોના લોકોને માનસિક તેમજ આર્થિક રીતે પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ભણવા તેમજ નોકરી-ધંધા માટે વિદેશ જઈને વસવાટ કરતા હોય છે. જોકે કોરોના મહામારીને પગલે પ્રથમવાર એવું બન્યું હશે જ્યારે, વિદેશ જવાની જગ્યાએ વિદેશથી પોતાના વતન આવનાર લોકોની સંખ્યા ખુબ જ વધી છે. છેલ્લા 4 મહિનામાં ગુજરાતના 24,502 સહિત દેશભરમાંથી કુલ 14 લાખની આસપાસ ભારતીયો પોતાના વતન પરત ફર્યા છે.વિશ્વમાં ભાગ્યે જ કોઇ દેશ હશે જ્યાં ગુજરાતી ના હોય. ગુજરાતી લોકો ખાસ કરીને વેપાર-ધંધા માટે અમેરિકા, યુકે, રશિયા, કેનેડા જેવા દેશોમાં સેટલ થયા છે. જોકે 2020ની કોરોના મહામારીએ બધુ જ બદલી નાખ્યું છે. ગુજરાતીઓ પોતાનો વેપાર-ધંધો પડતો મુકીને પોતાના વતન પરત ફરવા લાગ્યા છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ, સુરત, ગાંધીનગર સહિતના શહેરોના કુલ 24,502 ગુજરાતીઓ વિદેશ છોડી પોતાના ઘરે આવી પહોંચ્યા છે.કોરોનાકાળ દરમિયાન વિદેશમાં ફસાયેલા ગુજરાત સહિતના ભારતીયોને પોતાના વતન પરત લાવવા માટે મે મહિનાથી 'વંદે ભારત મિશન'ની શરૂઆત કરી હતી. જેમાં ગુજરાતના 24,502, દિલ્હીના 1.10 લાખ, કેરળના 3.72 લાખ, ઉત્તર પ્રદેશના 1.16 લાખ તમિલનાડુ 1.10 લાખ, તેમજ મહારાષ્ટ્રના 96,796 સહિત દેશના અગલ-અગલ રાજ્યોમાં રહેતા ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News