સુરતમાં સોસાયટીમાં મકાનમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, વેપારીઓ સહિત 9 પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 14:12:45
  • Views : 426
  • Modified Date : 2020-09-02 14:12:45

       મહિધરપુરા પોલીસે સુમુલ ડેરી રોડની એક સોસાયટીમાં મકાનમાં મોડી રાત્રે છાપો મારી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે ઝડપાયેલા વેપારીઓ સહિતના 9 જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 5 લાખ 41 હજારની રોકડ, 11 મોબાઈલ અને 4 કાર સહિત 7 વાહન કબજે લીધા હતા. પોલીસે 82 લાખ 84 હજારનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, વહેલી સવારે તમામને જામીન પર મુક્ત પણ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છેપોલીસે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી રોડની સરદાર નગર સોસાયટીના એક મકાનના પહેલા માળે હાઈ પ્રોફાઈલ જુગારધામમાં ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા કેટલાક વેપારીઓ સહિત 9 જણા પકડ્યા હતા. પોલીસને જુગારીઓ પાસેથી 5 લાખ 41 હજારની રોકડ મળી આવી હતી. તપાસમાં કેટલાક કાપડના વેપારી, આંગડીયા પેઢીના માલિક, જમીન દલાલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 11 મોબાઈલ, 4 કાર અને બાઇક સહિત રૂપિયા 82 લાખ 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, મોડી રાત્રે તપાસ પૂર્ણ થયા બાદ તમામને પોલીસ સ્ટેશન લવાયા હતા. જ્યાં તમામના નિવેદન લેવાયા બાદ વહેલી સવારે જામીન પર છોડી મૂકાયા છે. પોલીસે જુગારીઓ પાસેથી જપ્ત કરાયેલી રોકડ અને વાહનોને લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News