ભાજપના બે જૂથ વચ્ચે ત્રીજા ફાવ્યા, નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન, નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા અને માસ્ક નીચા ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 14:23:04
  • Views : 605
  • Modified Date : 2020-10-13 14:23:04

       રા.લો. સંઘના ચેરમેન પદની ચૂંટણી યોજાયા બાદ નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન બનાવાતા કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કરી કાર્યકરો ટોળે વળ્યાં હતાં. ચેરમેન પદે નરેન્દ્રસિંહને જાડેજાની વરણી કરવામાં આવતા ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ માસ્ક નીચું રાખ્યું હતું, સાથે જ મોટાભાગના કાર્યકરોએ માસ્ક નીચું ઉતારી નાખ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપના જ 2 જૂથની ખેંચતાણ વચ્ચે મૂળ કોંગ્રેસનાં નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન બનાવવામાં આવ્યાં છે. ત્યારે ચેરમેનની નિમણૂંક થયા બાદ નેતાઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનો ઉલાળિયો કર્યો હતો. નેતાઓએ માસ્ક નીચે ઉતારી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કર્યો અને નેતાઓ ટોળે વળ્યાં હતા. સવાલ એ છે કે તંત્ર સામાન્ય જનતા પાસેથી મસ મોટો દંડ વસૂલ કરે છે ત્યારે શું નેતાઓને પણ તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવશે.આજે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો સંઘ)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.મંત્રી જયેશ રાદડિયા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થી વચ્ચે રા.લો સંઘના ડિરેક્ટરોની ખાનગીમાં બેઠક મળી હતી. જેમાં બંને જૂથના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વનું છે કે નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીના જુથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય તે માટે હંમેશા પ્રયત્ન કર્યા છે. જેના ભાગરૂપે આજે રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News