પાતાળેશ્વર મહાદેવમાં શિવલિંગને રૂ. 3.1 લાખની ચલણી નોટોનો શણગાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 13:00:34
  • Views : 501
  • Modified Date : 2020-08-13 13:00:34

     પાલનપુર, ડીસામાં મંગળવારથી સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રે 8 વાગ્યે વેપાર રોજગાર બંધ કરવાની ગાઇડલાઇન અમલમાં મુકાઈ છે. પરંતુ પાલનપુરમાં મંગળવારે સાંજે 4 વાગ્યેથી જ પોલીસવાન બજારો બંધ કરાવવા નીકળી જતાં વેપારીઓ અવઢવમાં મુકાયા હતા. કલેકટર દ્વારા 10 ઓગસ્ટ સુધી ડીસા અને પાલનપુરમાં 4 વાગ્યે રોજગાર બંધ કરી દેવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જો કે સોમવારે જાહેરનામાનો છેલ્લો દિવસ હતો અને કોરોના સંક્રમણ ઘટતા મંગળવારથી રાત્રે 8 વાગ્યે વેપાર રોજગાર બંધ કરવાની ગાઇડલાઇન અમલમાં મુકાઇ હતી. પરંતુ મંગળવારે પણ સાંજે 4 વાગ્યે જ પોલીસ શહેરમાં બજારો બંધ કરાવવા નીકળી હતી. જેને લઇ વેપારીઓ અસમંજસમાં મુકાયા હતા. કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી તો કેટલાક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખતા શહેરમાં અડધું માર્કેટ બંધ તો અડધું ખુલ્લા જેવો માહોલ સર્જાયો હતો. જોકે દુકાન બંધ કરી દુકાનો બહાર બેઠેલા વેપારીઓએ તંત્ર દ્વારા કોઇ એક નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બજારો 4 વાગ્યે બંધ કરવાનું જિલ્લા કલેક્ટરનું જાહેરનામું 10 ઓગસ્ટ સુધીનું જ હતું. હવે ગુજરાત સરકારની ગાઇડલાઇન અમલમાં રહેશે. જોકે આ મામલે પૂર્વ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે પોલીસ બંધ કરાવવા નીકળી ન હતી પરંતુ કદાચ બજારમાં ટ્રાફિકને કારણે પોલીસવાને સાયરન વગાડ્યું હશે જેથી વેપારીઓએ દુકાન બંધ કરી હશે.’જોકે કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી તો કેટલાકે દુકાન ખુલ્લી રાખતા શહેરમાં અડધુ બજાર બંધ થયું તો અડધું ખુલ્લું રહ્યું હતું.આ અંગે વેપારી અગ્રણી અશોક મહેશ્વરીના જણાવ્યા મુજબ 10 ઓગસ્ટ સુધી કલેકટરનું પાલનપુર અને ડીસામાં 4 વાગે દુકાનો બંધ કરવાનું જાહેરનામું હતું પરંતુ તે સોમવારે પૂર્ણ થયા બાદ મંગળવારથી શું કરવું તેનું કોઈ સ્પષ્ટીકરણ થયું ન હતું. જેથી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી હતી. પરંતુ 4 વાગ્યે પોલીસની ગાડી બંધ કરાવવા આવી ગઈ હતી.પોલીસ સાથે સ્પષ્ટીકરણ કરતા સિમલાગેટથી દિલ્હીગેટ બજાર ચાલુ જ રહ્યું હતું જોકે અન્ય બજારો બંધ થઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News