પાંડેસરામાં ધોળા દિવસે ચોર દુકાનમાંથી 80 હજાર ભરેલી બેગ લઈને ફરાર, CCTV

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 15:38:59
  • Views : 384
  • Modified Date : 2020-08-26 15:38:59

     શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરી ઘટના સામે આવી છે. જેમાં એક તસ્કર બપોરના સમયે દુકાન ઘૂસી આવે છે અને 80 હજાર રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. જેથી સીસીટીવી આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે શિવ નગર પ્લોટ નંબર 14માં શિવ શક્તિ ટ્રેડર્સની દુકાન આવેલી છે. ગત રોજ બપોરે એક ચોર દુકાનમાં ઘૂસી આવ્યો હતો. દુકાનમાં ઘૂસી 80 હજાર રોકડા રૂપિયા અને ઓરિજનલ ડોક્યુમેન્ટ ભરેલી બેગ લઈને તસ્કર ફરાર થઈ ગયો હતો. દુકાન માલિકે તપાસ કરતા તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેથી સીસીટીવી આધારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તસ્કરની શોધખોળ હાથ ધરી છે.ગત રોજ ધોળા દિવસે ચોર દુકાન પ્રવેશ કરે છે. દુકાનમાં બેગ જૂએ છે ત્યારબાદ તેને લઈને ફરાર થઈ જાય છે. દુકાન અંદર અને બહાર લાગેલા બંને સીસીટીવીમાં ચોર કેદ થઈ ગયો છે. ચોર બિન્દાસ આવે છે અને ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા ઝડપથી ઝડપાઈ જવાની શક્યતાઓ રહેલી છે.

Download Our B K News Today App



Related News