પાલનપુરમાં અડધો કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખબકતા જળબંબાકાર જેવી સ્થિતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:20:53
  • Views : 354
  • Modified Date : 2022-07-13 11:20:53


લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે અડધો કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી ભરાઈ જવા પામ્યો હતો અને અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ઘરકાવ થતા ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો.


      બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ વરસાદે ધુઆધાર બેટિંગ કરી છે આ વર્ષે ખેડૂતો અને સ્થાનિક લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે શરૂઆતથી જ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ આપ્યો છે આ વર્ષે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો ક્યાંક ને ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ વેચવાનો વારો આવ્યો છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સૌથી વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે પાલનપુર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો આ તરફ જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોએ વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતના સમયમાં જ વરસાદ સારી રીતે વરસતા જિલ્લાવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.


     બનાસકાંઠા જિલ્લામાં આ વખતે શરૂઆતના દિવસોમાં જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે મોડી સાંજે અડધો કલાકમાં જ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી જ પાણી થઈ જવા પામ્યો હતો ધોધમાર વરસાદ શરૂ થતા ની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાયા હતા જેના કારણે પાલનપુર શહેરી વિસ્તારમાં સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી હતી તો આ તરફ પાલનપુર તાલુકામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ખાસ કરીને વાવેતરના સમયે સારા વરસાદથી પાલનપુર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી સહન કરતા પાલનપુરવાસીઓ આજે સારા વરસાદથી રાહત અનુભવી હતી પાલનપુર ખાતે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે જિલ્લા મથક પાલનપુરમાં અડધો કલાકમાં જ પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી જ પાણી થઈ જવા પામ્યો હતો. ખાસ કરીને પાલનપુરમાં પડેલા ભારે વરસાદના પગલે તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા અનેક વાહન ચાલકોના વાહનો પાણીના કારણે બંધ થઈ જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે પાલનપુરમાં અડધો કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી


- દાંતીવાડા પાલનપુર ડીસા અને સુઈગામમાં સારો વરસાદ


      બનાસકાંઠા જિલ્લામાં આજે દાંતીવાડા પાલનપુર ડીસા અને સુઈ ગામમાં મોડી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો આ તરફ ડીસા અને દાંતીવાડા પણ મોડી સાંજે સારો વરસાદ પડતા ની સાથે જ સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ખેડૂતોને સારા વરસાદથી સારા ચોમાસાની આશા જાગી છે ગત વર્ષે પડેલા નહેવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ સારા વરસાદથી જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News