મહારાષ્ટ્ર, MPમાં વરસાદથી ડુંગળી-બટાકાની આવક ઘટી,બે દિવસમાં ભાવ કિલોએ 20 વધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 12:51:16
  • Views : 374
  • Modified Date : 2020-10-23 12:51:16

           છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ડુંગળી અને બટાકાના ભાવ આસામાને પહોંચી ગયા છે. માત્ર બે જ દિવસમાં ડુંગળી અને બટાકાના ભાવમાં કિલોએ રૂ. 20નો વધારો થયો છે. ડુંગળી હોલસેલ બજારમાં રૂ. 50 પ્રતિકિલો અને બટાકા પ્રતિકિલો રૂ. 31.25ના ભાવે વેચાઇ રહ્યાં છે. જ્યારે છૂટક બજારમાં આ જ ડુંગળી રૂ. 80 અને બટાકાનું રૂ. 60થી 70 પ્રતિકિલોએ વેચાણ થઇ રહ્યું છે.આ ઉપરાંત વરસાદના કારણે ગોદામમાં રાખવામાં આવેલી ડુંગળીને પણ ખૂબ નુકસાન થયું છે. જેના કારણે સપ્લાય ઘટવાની આશંકાએ ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. બટાકાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં વેચાતા એક મણ બટાકાનો ભાવ જે રૂ.300 હતો તે હાલમાં રૂ.850 છે. ડિસા ખાતે પણ બટાકાનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઉંચકાયા છે.ભાજપ સરકારમાં વચેટીયાઓ ઉઘાડી લૂંટ કરતા હોવાનો તાદશ ઉદાહરણ અત્યારે ઉચકાયેલા બટાકા-ડુંગળીના ભાવ હોવાનું પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હીમાંશુ પટેલે જણાવ્યું હતું. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, બટાટા અને ડુંગળી રૂ. 80થી100ના 20 કિલો એટલે કે મણ ખેડૂતો પાસેથી ખરીદીયા છે,અત્યારે ગુજરાતમાં બટાટા અને ડુંગળી રૂ.80થી100ની કિલો વેચાય છે.

Download Our B K News Today App



Related News