ગુજરાતમાં 70 ટકા કોરોના ટેસ્ટ છેલ્લા 33 દિવસમાં, 67 ટકા કેસ છેલ્લા 60 દિવસમાં, કુલ ટેસ્ટમાંથી 4 ટકા કેસ જ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 12:30:34
  • Views : 364
  • Modified Date : 2020-09-04 12:30:34

      રાજ્યમાં કોરોનાના કેસ એક લાખ પાર કરી ગયા છે. કોરોનાના કારણે લૉકડાઉનના 68 દિવસ અને અનલૉકના ત્રણ તબક્કામાં મળી અત્યાર સુધી કેસનો આંકડો 100375 થયો છે જેમાં 81180 દર્દીઓ એટલે કે 81 ટકા દર્દીઓ સાજા થઇ ગયા છે. 3 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. હાલમાં 16 ટકા એક્ટિવ કેસ છે.આજ સુધી કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1593758 ટેસ્ટ એટલે કે 68 ટકા ટેસ્ટ માત્ર ઑગસ્ટ મહિનામાં જ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરના પહેલા 3 દિવસમાં 2.28 લાખ ટેસ્ટ કરાયા છે. કુલ ટેસ્ટમાંથી 4 ટકા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ કુલ કેસમાં ગુજરાત 11મા ક્રમે છે જ્યારે એક્ટિવ કેસમાં 12મા ક્રમે છે.


Download Our B K News Today App



Related News