પાલનપુરમાં સબજેલ સામે ટોળાંએ જેસીબીથી ચાર મકાનો તોડી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:05:55
  • Views : 440
  • Modified Date : 2020-08-11 14:05:55

   પાલનપુર કિંગ જ્યોર્જ ફિક્થ ક્લબને અડીને આવેલી સબ જેલ સામેની જગ્યામાં રહેતા પરિવારના 4 ઘરો ઉપર શનિવારે બપોરે જેસીબી સાથે આવેલા ટોળાએ ચાર ઘરો પર જેસીબી ફેરવી ઘરો તોડી પાડી તત્વો ફરાર થઇ જતાં હંગામો મચ્યો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે અંગે સ્થાનિકોએ ટોળાએ આવી માર મારી ઘર તોડ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરાતી હોવાના આક્ષેપો કરાયા હતા.પાલનપુરના કિંગ જ્યોર્જ ફિક્થ ક્લબને અડીને આવેલી જગ્યા મામલે ક્લબ અને બિલ્ડર વચ્ચે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે શનિવારે બપોરના સમયે 2-3 જેસીબી સાથે આવેલા ટોળાએ જગ્યામાં છેલ્લા 60-70 વર્ષથી રહેતા પરિવારોના 4 મકાનોમાં રહેલા લોકોને બેટ અને ધોકા વડે માર મારી 4 ઘરો પર જેસીબી ફેરવી ઘરોને જમીન દોસ્ત કરી ટોળું ફરાર થઈ ગયું હોવાની ઘટના સામે આવી હતી. આ  વિસ્તારમાં હંગામો મચ્યો હતો. ઘટનાને પગલે તોડવામાં આવેલા ઘરમાં રહેલો યુવક ઘાયલ થતાં તેને 108 દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતાં પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે અંગે સ્થાનિકોએ દિલીપસિંહ હડિયોલ નામનો શખ્સ 15 શખ્સોને લઇ આવી માર મારી ઘરો તોડ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.‘અમે અહીં 80 વર્ષથી રહીએ છીએ. જમીન મામલે 40 વર્ષથી અમારે કેસ ચાલે છે. છતાં કોઈ નોટિસ વગર શનિવારે બપોરે દિલીપભાઇ હડિયોલ તેના માણસોને લઈ આવી અહીંયા હાજર લોકોને માર મારી ગુંડાગર્દી કરી જેસીબીથી અમારા ઘર તોડી પાડ્યાં હતાં.તે બાદ અમે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયા તો હાજર મહિલા કર્મીએ "શાની ફરિયાદ’ કહી "આ સાહેબ તે સાહેબ’ ને ફોન કરવાનું કહ્યું હતું અને ફરિયાદ લીધી ન હતી.

Download Our B K News Today App



Related News