પાલનપુર કલેક્ટર કચેરી આગળ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સહિત સાધુ સંતો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 11:09:27
  • Views : 293
  • Modified Date : 2022-07-27 11:09:27


સરકાર દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળને 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ તેનું ચુકવણું કરતાં ગૌશાળાના સંચાલકોમાં રોષ


ગૌશાળાના સંચાલકોએ આવેદનપત્ર આપીને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય આવતા ગૌશાળાના સંચાલકો સાધુ સંતો સાથે બેઠા પ્રતીક ઉપાવસ ઉપર


બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સહિત સાધુ-સંતો આજે પ્રતિક ઉપવાસ ઉપર પાલનપુર જિલ્લા કલેકટર કચેરી આગળ બેઠા છે જોકે સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળ અને 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ તને ચુકવણું કરતા ગૌ શાળા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમા અંગે ગૌ શાળા સંચાલકોએ આવેદનપત્ર પાઠવી અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય આવતા ગૌ શાળાના સંચાલકો સાધુ સંતો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી મુલકી ભવન સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા રોષ વ્યક્ત કર્યો હતો


ગૌશાળાઓની હાલત કફોડી બનતાં સંચાલકોએ પાલનપુરમાં રોડ ઉપર ઉતરી લોકો પાસે માંગી આર્થિક સહાય


બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા, ની સહાય,  બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે આમ તો ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર નિર્ભર હતી પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય  કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે.અત્યારે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે.


સરકાર દ્વારા જલ્દીથી સહાય નહિ ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ગૌશાળાના સંચાલકોએ આપી ચીમકી


મામલે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતા આખરે કંટાળેલા સંચાલકો સાધુ સંતો આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી બહાર મુજે ભવન સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને ગૌશાળા ની હાલત કફોડી બનતા સંચાલકો પાલનપુર રોડ ઉપર ઉતરી લોકો પાસે આર્થિક સહાય માંગી હતી જો સરકાર દ્વારા જલ્દીથી સહી ચૂકવવામાં આવે તો આંદોલન કરવાની ગૌ શાળા સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી


Download Our B K News Today App



Related News