થરાદના દીપડા ગામમાં ખેતર ખાલી કરવાનું કહી મારમાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 13:50:30
  • Views : 530
  • Modified Date : 2020-07-31 13:50:30

   થરાદના દિપડા ગામે રહેતા અમરતીબેન નાગજીભાઇ પટેલના કાકા સસરા દેવાજી નરસેંગજી પટેલને સંતાન ન હોઇ 5 વર્ષ અગાઉ અમરતીબેનના પુત્ર રેમશને ખોળેે લીધો હતો. જેથી રમેશભાઇ તેમની સાથે રહી જમીન મિલકત સામે વારસાઈ હક્ક ધરાવતો હોઈ દેવાજી પટેલની જમીનમાં ખેતી કરે છે.જો કે, બે દિવસ અગાઉ ગામના જ શંકરભાઇ તેજાજી પટેલ અને અમરાભાઈ તેજાજી પટેલએ આવી જમીન અમે વેચાતી રાખેલી છે. જેથી ખેતર ખાલી કરીને જતા રહેજો તેવુ કહ્યુ તો રમેશભાઇએ ખેતર ખાલી કરવાની ના પાડી તો બુધવારે સવારે શંકરભાઇ પટેલ, અમરાભાઈ પટેલ, અન્ય બે શખ્સોએ હથિયાર ધારણ કરી આવી કેમ ખેતર ખાલી કર્યુ નથી તેવુ કહી માર મારમારતાં રમેશભાઇ સહીત અને અમરતીબેન તેમજ તેમના સંબંધીઓને ઇજાઓ પહોચાડી હતી. જેને લઇ અમરતીબેને ગામના શંકરભાઇ તેજાજી પટેલ,અમરાભાઈ તેજાજી પટેલ(રહે દીપડા,તા. થરાદ) તેમજ કરશનભાઇ લક્ષ્મણભાઈ રાજપૂત(રહે.અસારા,તા.વાવ)અને પ્રતાજી ઠાકોર(રહે (કળશ), લુવાણા) સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News