ડીસામાં કાપડના વેપારીની પત્નીએ બહેન સાથે મળી પતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી માગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 14:28:55
  • Views : 957
  • Modified Date : 2020-08-13 14:28:55

ડીસામાં કાપડના વેપારીની પત્નીએ તેની બહેન તેમજ અન્ય સાગરીતો સાથે મળી વેપારીને ડીસાથી ઇકો ગાડીમાં બેસાડી અપહરણ કરી અમદાવાદ લઇ જઇ મારમારી રૂપિયા 50 લાખની ખંડણી માંગતા ચકચાર મચી છે. આ અંગે વેપારીના ભાઇએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં કલ્પેશભાઈ હિંમતલાલ શાહના લગ્ન 15 વર્ષ અગાઉ અમદાવાદના અમરાઇવાડી ખાતે રહેતા હીરાલાલ કશ્યપની દીકરી પૂનમબેન સાથે થયા હતાં. કલ્પેશભાઈના પત્ની પુનમબેન રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ અમદાવાદ પિયર ગયા હતાં. જો કે રવિવારે રાત્રે અઢી વાગ્યાના સુમારે વેપારીની પત્ની પુનમબેન તથા તેમના સાળી રેણુકાબેન સહિત અન્ય છ શખ્સોએ ડીસા આવી ઇકો ગાડીમાં બેસાડી અમદાવાદના ચાંદખેડા લઈ જઇ ફોન પડાવી લીધો હતો અને વેપારીને પચાસ લાખ રૂપિયા લાવવા માટે માર માર્યો હતો. અપહરણકારોએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. અને રેણુકાબેન સુનિલભાઇ કશ્યપ 40 લાખ રૂપિયા માંગતા હોવા અંગે      નોટરીનું સોગદનામું લખાવી દીધું હતું. બાદમાં અપહરણકારોએ કલ્પેશભાઈના મોટાભાઇ પાસે રૂપિયા મંગાવવા માટે ફોન કરાવ્યો હતો. મામલા બાદ મોટાભાઈ રમેશકુમાર શાહએ પોલીસની મદદ લીધી હતી અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં શિવેન જગદીશપ્રસાદ શુકલાના ઘરેથી વેપારીને છોડાવી ડીસા લાવ્યા હતા.પૈસા પડાવવા સાળીએ સાગરીતો સાથે ભેગા મળીને અપહરણનો પ્લાન બનાવ્યો હોવાનું ભોગ બનનાર કલ્પેશભાઈએ પોલીસને જણાવ્યું હતું. જેથી તેમના મોટાભાઇ રમેશકુમાર હિંમતલાલ શાહે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પત્ની પુનમબેન કલ્પેશભાઇ શાહ (રહે.ચામુંડા સોસાયટી,ડીસા) તેમજ સાળી રીનાબેન ઉર્ફે રેણુકાબેન સુનિલભાઇ કશ્યપ, જ્યારે અન્ય સાગરીતો અરવિંદભાઇ શિવસાગર શુકલા, શિવેન જગદીશપ્રસાદ શુકલા, અનિલભાઇ પરમશ્યામસિંહ રાજપુત અને ઇકો ગાડીનો ચાલક (તમામ રહે.અમદાવાદ) સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ મામલાની વધુ તપાસ પીએસઆઇ આર.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.વેપારી કલ્પેશભાઇ શાહ એ જણાવ્યું હતું કે,મારી પત્ની તેમજ સાળી રેણુકાબેન શાહે અન્ય સાગરીતો સાથે મળી પૈસા પડાવવા અપહરણ કરાવ્યું હતું મને અમદાવાદ ગોધી રાખવામાં આવ્યો હતો પરંતુ ડીસા પોલીસની સજાગતાથી મને અપહરણકારોની ચૂગાલમાથી છોડાવ્યો છે.

Download Our B K News Today App



Related News