બનાસકાંઠા જિલ્લામાં 113 સેમ્પલ લેવાયા માત્ર 2 પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:46:48
  • Views : 1080
  • Modified Date : 2020-08-08 11:46:48

   આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલા 113 સેમ્પલો પૈકી માત્ર બે સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેમાં અમીરગઢ અને પાલનપુરનો સમાવેશ થાય છે. પરંતુ તે દર્દી અંગેની કોઈપણ વિગતો જાહેર કરાઇ ન હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ કેસોની સંખ્યા પણ દિનપ્રતિદિન ઘટી રહી છ.જો કે,કેટલાક દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તે અંગેની વિગતો પણ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી નથી. સરકારની ડિસ્ચાર્જ પોલિસીમાં અવારનવાર ફેરફાર કરવામાં આવતા હોવાથી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં હર હંમેશ ઉલટફેર સર્જાતો રહે છે. પાલનપુર શહેરમાં એક અંદાજ મુજબ દોઢસોથી વધુ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 80થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલ્સમાં સારવાર લઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News