કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASIના પગાર બિલ અને GP ફોર્મ ક્લિયર ન થતા પોલીસ કંટ્રોલરૂમમાં આપઘાતનો મેસેજ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 12:19:46
  • Views : 419
  • Modified Date : 2020-08-23 12:19:46

    શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASIએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પગાર બિલ અને GP ઉપાડવા ફોર્મ ભર્યું હોવા છતાં કાર્યવાહી ન થતાં પોતે આત્મહત્યા કરવા પર મજબુર હોવાની જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ASIને સમજાવવા તેમની શોધખોળ શરૂ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.સિંઘે divyabhaksar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ASIએ GP માટે ફોર્મ ભર્યું હતું અને તેઓને મકાન માટે પૈસા જોઈતા હતા જે પ્રશ્ન હતો જેને દૂર કરવામાં આવ્યો છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ વાનમાં ASI તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ મોતીભાઈએ બે દિવસ પહેલા બપોરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી કે, મારું ઉચ્ચતર પગારનું બિલ 6-10-2019ના રોજ મૂક્યું છે જે બાબતે આગળ કાર્યવાહી માટે પુછતાં ખોટા-વાયદા કરી સંતોષકારક જવાબ આપતાં નથી. જૂન 2020ના રોજ અમને જણાવ્યુ હતુ કે, તમારું પત્રક 3 બાકી હોય તે પૂર્ણ કરો. ત્યારબાદ અમોએ GP ઉપાડવા માટે ફોર્મ ભર્યું છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મારી રજુઆત બાબતે વારંવાર કલાર્કઓને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાથી કંટાળીને અગાઉનાં સેક્સન સાહેબને મળીને રજુઆત કરેલ છે. તેમ છતાં મારા કાગળો બાબતે કોઈ કાર્યવાહી હજી સુધી થયેલ ન હોવાથી માનસિક રીતે થાકી અને કંટાળી ગયો છું. મારે આત્મહત્યા કરવી પડશે તેવું લાગે છે. તો મારી રજુઆત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છેપોલીસ કંટ્રોલરૂમમાં આવા મેસેજ મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી તાત્કાલિક PSIને ASI અર્જુનસિંહના ઘરે મોકલી અને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ખુદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો તેમના જ અધિકારીઓ સાંભળતા નથી જેના કારણે કેટલાક પોલીસ કર્મચારીઓ આવા રસ્તા અપનાવે છે.

Download Our B K News Today App



Related News