60 વર્ષે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાના મકાનમાં શિફ્ટ થશે,શિક્ષણમંત્રીએ નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 12:49:59
  • Views : 361
  • Modified Date : 2020-10-20 12:49:59

        રાજ્યમાં વર્ષ 1960થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરી ભાડાના મકાનમાં થતી હતી. હવે 60 વર્ષ બાદ બોર્ડ પોતાના મકાનમાં શિફ્ટ થશે. સોમવારે સવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 24 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં પંચદેવ મંદિર પાસે રિઝલ્ટ પ્રોસેસિંગ સેન્ટરના નવા બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. આ બિલ્ડિંગને સેક્ટર 22માં બોર્ડને અગાઉ ફાળવવામાં આવેલ આર્યભટ્ટ માધ્યમિક શાળાના મેદાનમાં બનાવવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી વર્ષ 1960માં વડોદરા ખાતે શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન બોર્ડ દ્વારા 1960માં ધોરણ 11( OLD SSC)ની પ્રથમ બોર્ડની પરીક્ષા યોજી હતી. આ એ સમય હતો જ્યારે બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર કરવાની કામગીરી ભાડાના મકાનોમાં થતી હતી.જ્યારે ગુજરાતમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે કુલ 27,962 જેટલા ઉમેદવારો નોંધાયા હતાં. જયારે 2020ની વાત કરીએ તો ધોરણ 10માં 10,83,280 ઉમેદવારો નોંધાયા હતાં. જ્યારે ધોરણ 12ના બંને પ્રવાહોમાં કુલ 6.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. તે ઉપરાંત ગુજકેટ, પ્રખરતા શોધ સ્પર્ધા અને પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાને લેતાં વર્ષ દરમિયાન 25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની કામગીરી બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News