વ્હોટ્‌સ એપે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટિકર્સ રિલીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 14:37:59
  • Views : 477
  • Modified Date : 2019-12-13 14:37:59

 કર્યાંસોશિયલ મીડિયા આવ્યા બાદ લોકોની વચ્ચે વાતચીતનું સ્તર ઘણું જ સહજ તથા રસપ્રદ બની ગયું છે. હવે, મેસેજમાં શબ્દોને ટૂંકાણમાં લખવાના અને ઈમોજી તથા સ્ટિકર્સનો ઉપયોગ વધતો જાય છે. વ્હોટ્‌સ એપમાં સ્ટિકર્સનો ઓપ્શન આવ્યા બાદથી પીએમ નરેન્દ્ર મોદીથી લઈ બિગ સ્ટાર્સના સ્ટિકર્સ લોન્ચ કરવામાંઆવ્યા છે. હવે, ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જાણીતા પાત્રોના સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવશે.કલાકારોના ફેવરિટ ડાયલોગ સાથે સિગ્નેચર માર્ક સાથે આ સ્ટિકર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. જેઠાલાલના ‘નોનસેન્સ’થી લઈ બબિતાજીના ‘હાઈ’, સોઢીનું ‘બલ્લે બલ્લે’, બાવરીનો સંવાદ ‘ગલતીસે મિસ્ટેક હોઈ ગયા’, દયાભાભીનો ફેવરિટ ડાયલોગ ‘હે મા માતાજી’ જેવા સ્લોગન્સ સાથે આ સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે.શ્યામ પાઠકે પોપટલાલનો રોલ પ્લે કર્યો છેમુનમુન દત્તાએ બબિતાજીનો રોલ પ્લે કર્યો છેદિલીપ જોષીએ સિરિયલમાં જેઠાલાલનો રોલ નિભાવ્યો છેસિરિયલમાં વૈજ્ઞાનિક બનતાં ઐય્યરનો રોલ તનુજ મહાશબ્દેએ પ્લે કર્યો છેભવ્ય ગાંધીએ ટપુનો રોલ છોડ્‌યો બાદ હવે રાજ અનડકટ આ રોલ નિભાવી રહ્યો છેગુરુચરણ સિંહ સિરિયલમાં સોઢીનો રોલ પ્લે કરે છેમાધવીભાભીનો રોલ સોનાલીકા જોષી નિભાવી રહી છેકલાકારોએ આ વાત કહીસોઢી બનતા ગુરુચરણ સિંહે કહ્યું હતું કે અત્યારે તે સેલિબ્રેશન કરવાનું મન થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વ્હોટ્‌સએપ સૌથી વધુ કમ્યુનિકેશન માટે વપરાય છે. વ્હોટ્‌સએપ પરના આ સ્ટિકર્સ ચાહકોને ઘણાં જ પસંદ આવશે. તો ઐય્યર બનતા તનુજ મહાશબ્દે કહ્યું હતું કે હવે તેઓ ચાહકોના ફોનમાં પણ ઉપ્લબ્ધ છે. તેમના માટે આ સફર ઘણી જ સારી રહી છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો. તેમને આશા છે કે હજી તેઓ દસ વર્ષ સુધી આમ જ લોકોનું મનોરંજન કરતાં રહેશે. માધવીભાભી એટલે કે સોનાલીકા જોષીએ કહ્યું હતું કે તે આ વાતથી ઘણી જ ઉત્સાહી છે. તેમણે ૧૧ વર્ષ પહેલાં આ સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ત્યારે તેમને ખ્યાલ નહોતો કે આ સિરિયલ આટલી લોકપ્રિય થશે. ટપુ બનતા રાજ અનડકટે કહ્યું હતું કે એકદમ કૂલ છે. ટપુ સેના હવે વ્હોટ્‌સ એપ પર પણ છે. તેમના મિત્રો તથા પરિવાર ‘તારક મહેતા..’ના સ્ટિકર્સ શૅર કરશે. તે આ વાતને લઈ એક્સાઈટેડ છે. તેને તમામ સ્ટિકર્સ પસંદ છે પરંતુ ટપુસેના બેસ્ટ છે.વર્ષ ૨૦૦૮મા સિરિયલ શરૂ થઈ હતી‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ૨૮ જુલાઈ, ૨૦૦૮થી શરૂ થઈ છે. આ સિરિયલ ૧૧ વર્ષથી ચાલી રહી છે અને સિરિયલના ૨૮૦૦ એપિસોડ્‌સ પૂરા થઈ ચૂક્યા છે. આ સિરિયલના દરેક પાત્રો જેવાકેજેઠાલાલ, દયાભાભી, બબિતાજી, ઐય્યર, બાપુજી, ટપુસેના ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે.દયાભાભી એક એપિસોડ માટે આવે તેવી શક્યતાઉલ્લેખનીય છે કે દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. દિશાએ મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારબાદથી તે શોમાં પરત આવી નથી. આ વર્ષે નવરાત્રિમાં તેની એક ઝલક જોવા મળી હતી. હવે ફરી એકવાર દિશા માત્ર એક એપિસોડમાં વીડિયો કોલમાં જેઠાલાલ સાથે વાત કરતી જોવા મળશે.


Download Our B K News Today App



Related News