પશુપાલકો માટે મહત્વના સમાચાર, સાબરડેરીએ ત્રીજીવાર દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો લેટેસ્ટ ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 12:18:21
  • Views : 329
  • Modified Date : 2022-05-10 12:18:21

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં 10 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે પશુ પાલકોને કિલો ફેટ દીઠ રુપિયા 740નો ભાવ મળશે. ગાયના દૂધમાં પણ રૂપિયા 6.90નો વધારો કરાયો છે. જેથી ગાયનો ભાવ વધીને રૂપિયા 320 થયો છે. 11મેથી નવો ભાવ અમલી કરવામાં આવશે. સાબરડેરી દ્વારા 2 મહિનામાં ત્રીજી વખત દૂધના ભાવમાં વધારો કરાયો છે.

અગાઉ પણ સાબરડેરીએ વધાર્યો હતો ભાવ

મહત્વનું છે કે એક મહિના અગાઉ પણ સાબરડેરીએ ભાવ વધારો કર્યો હતો. સાબરકાંઠાના પશુપાલકો માટે પણ સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 720નો ભાવ લાગુ પડશે. આ સાથે પશુ દાણના ભાવમાં પણ વધારો ઝીંકાયો હતો. સાબરદાણના ભાવમાં પ્રતિ બેગ 100 રૂપિયાનો વધારો કરવામાં આવતા  નવો ભાવ પ્રતિ બેગ 1400 રૂપિયા થઈ ગયો હતો.

 

માર્ચમાં દૂધસાગર ડેરીએ વધાર્યો હતો ભાવ

ગત માર્ચ મહિનામાં મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો હતો હવે પશુપાલકોને હવે 680ના બદલે રૂ.700 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાથી વધુ મળશે દૂધસાગર ડેરી દ્વારા 6.50 લાખ પશુપાલકોના હિતમાં નિર્ણય, ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

 

સુમુલ ડેરીએ પણ વધાર્યો હતો ભાવ

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને માટે રાહતભર્યો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુમુલ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.૨૦ નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.. નવો વધારો લાગુ કરવામાં આવતા  જેમાં ગાયના ફેટમાં કિલો રૂ. 680 હતા તે વધીને 700 થઇ ગયા હતા.. જયારે ભેંસના કિલો ફેટે 695  હતા. તેમાં  રૂ.૨૦  નો વધારો થતા રૂ. 715 થઇ ગયા હતા. 

 

 

Download Our B K News Today App



Related News