વાલીઓ માટે મહત્વનાં સમાચાર: 5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન, પેનલે સરકારને કરી ભલામણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 11:22:39
  • Views : 208
  • Modified Date : 2022-07-09 11:22:39

વાલીઓ માટે મહત્વનાં સમાચાર: 5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન, પેનલે સરકારને કરી ભલામણ

સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે. 

5થી 12 વર્ષના બાળકને પણ  Corbevaxની ભલામણ કરવામાં આવી છે. જ્યારે 6થી 12 વર્ષની ઉંમરના બાળકોને  Covaxinની ભલામણ કરવામાં આવી છે. 

ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ 26 એપ્રિલે ભારત બયોટેકને 6થી 12 વર્ષ માટે Covaxinના ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાની વિશેષ પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ ઈ કોવિડ 19 વેક્સિન કોર્બેવેક્સના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે.

બૂસ્ટર ડોઝ 9 મહિનાની જગ્યાએ 6 મહિનામાં લાગશે

અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાથી બચાવ માટે હાલમાં જ બૂસ્ટર ડોઝ લગાવાનો નિયમ બદલી નાખ્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9 મહિનાની જગ્યાએ 6 મહિના બાદ લગાવી શકાશે. જો આપે બીજો ડોઝ લીધો છે, તો આપને બૂસ્ટર માટે 9 મહિના રાહ જોવી પડશે નહીં, તેના માટે આપ 6 મહિના એટલે કે, 26 અઠવાડીયા રાહ જોવી પડશે.

 

Download Our B K News Today App



Related News