ઈન્ડિયન નેવીમાં ઈમ્ફાલની એન્ટ્રીથી દુશ્મનોના પગ ધ્રુજી ઉઠ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-21 16:22:05
  • Views : 116
  • Modified Date : 2023-10-21 16:22:05

ઈન્ડિયન નેવીની તાકાતમાં વધુ એક જહાજના સ્વરૂપે વધારો થયો છે. ઈમ્ફાલ નામના ડિસ્ટ્રોયર જહાજની નેવીમા એન્ટ્રીને લઈ દુશ્મનો કાંપી ઉઠ્યા છે. શિપયાર્ડ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજના પગલે નૌકાદળની તાકાત વધી ગઈ છે. સંરક્ષણ મંત્રાલય તળે કામ કરતી આ સંસ્થાના  પ્રોજેક્ટ 15B ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનું ત્રીજું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ‘ઈમ્ફાલ’ નેવીને પહોંચાડવામાં આવ્યું છે.મળતી વિગતો પ્રમાણે આ જહાજમાં સ્વદેશી સ્ટીલ DMR 249A નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે દેશમાં બનેલા સૌથી મોટા લડાકુ જહાજો પેકીનું એક આ છે કે જેની લંબાઈ જ 165 મીટર જેટલી છે જ્યારે કે વજન 7500 કિલો છે. ઈન્ડિયન નેવીના સૂત્રોના જણાવ્યા મુજબ જહાજ પર બરાક-8 મિસાઈલો ગોઠવવામાં આવી છે. આ મિસાઈલ જમીનથી હવા પર દુશ્મનો પર કાળ બનીને વરસી શકે છે.આ સિવાય પણ આ જહાજમાં વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. દેશમાં જ વિકસાવવામાં આવેલી એન્ટી સબમરીન વેપનને સ્થાન આપવામાં આવ્યું છે. આ જહાજમાં સેન્સરને લઈ વખાસ કામ કરવામાં આવ્યું છે. નેવી સોર્સ મુજબ તેને હલ-માઉન્ટેડ સોનાર હમસા એનજી, હેવી-વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને ASW રોકેટ લોન્ચરથી સજ્જ કરવામાં આવ્યું છે. આ જહાજમાં મહિલાઓ માટે ખાસ પ્રકારની અલગથી ફેસિલીટી ઉભી કરવામાં આવી છે કે જેને લઈને આ જહાજ આવી સુવિધા પુરી પાડનારૂ પ્રથમ જહાજ બની ગયું છે.દરિયામાં સી ટ્રાયલ આ જહાજ દ્વારા પુરી કરી નાખવામા આવી છે. ત્રણ સીએસટી દરમિયાનની પ્રોસીઝરમાં મહત્વના હથિયારો અને ફાયરિંગનો પણ સમાવેશ થાય છે. ઈન્ડિયન નેવીના જણાવ્યા અનુસાર P15B જહાજોમાં ઇમ્ફાલ એ પહેલું છે જે લાંબા અંતરની અને મલ્ટી પર્પઝ રીતે જમીન પર હુમલો કરવાની ક્ષમતા સાથે અદ્યતન બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે.

Download Our B K News Today App



Related News