આરટીઓ સર્કલ પર જમીનથી 20 ફૂટ ઊંચે સર્કલ બનાવી 123 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 13:45:46
  • Views : 2397
  • Modified Date : 2020-08-08 13:45:46

   ફ્રેઈટ રેલ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ જુના આરટીઓ સર્કલ નજીક નવીન રેલવે લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે. નવી રેલવે લાઇનમાં રેલવેનો ટ્રેક 10 ફૂટ ઊંચો બની ગયો છે. તેવામાં રેલવે ફાટકને બંધ કરવા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઇ પાછલા કેટલાય મહિનાઓથી માથાપચ્ચી ચાલી રહી હતી. તેવામાં કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલયે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે જેની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. પાલનપુર શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના જુના આરટીઓ સર્કલ પર રેલવે ઓવરબ્રિજને લઇ પાછલા કેટલાક મહિનાઓથી ડિઝાઇન બાબતે મતમતાંતર પ્રવર્તી રહ્યા હતા. અનેકવાર સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે છેલ્લે ભારત સરકારના વાહન વ્યવહાર મંત્રાલયએ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને મંજૂરીની મહોર મારી છે.જેમાં જુના આરટીઓ સર્કલ પર દાતા તરફ 682 મીટર લાંબુ, આબુ રોડ તરફ 700 મીટર લાંબુ, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવવામાં આવશે. આ ઉપરાંત સર્કલની ઉપર જ ત્રણેય બાજુ વળાંક લઇ શકાય તે પ્રકારનું સર્કલ બનાવવામાં આવશે. જેનાથી કોઈપણ પ્રકારની અગવડ પડશે નહીં. આ અંગેની વિગતો આપતા નેશનલ હાઇવે ઓથોરિટીના સ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " વાહન વ્યવહાર મંત્રાલય એ 123.32 કરોડના ખર્ચે પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે જેને લઇ ટેન્ડરિંગ પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે. અંદાજિત બે વર્ષમાં આ રેલવે ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણ થશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી જેટલા પણ નવા ઓવરબ્રિજ બન્યા તેમાં હવામા 18થી20 ફૂટ ઉપર કોઈપણ સર્કલ બન્યું નથી જેથી જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ ઓવરબ્રિજ બનશે.

Download Our B K News Today App



Related News