આણંદમાં કોઈ પણ જાતના ડર વિના ચાલી રહ્યું છે ગેરકાયદે ખનન, ખનીજ વિભાગ લાચાર હોય તેવી સ્થિતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:34:04
  • Views : 20
  • Modified Date : 2025-03-09 16:34:04

જાણે ખનીજ માફિયાઓને તંત્રનો કોઇ ડર ન હોય તેવી સ્થિતિ અહીં પ્રવર્તી રહી છે. ખાણખનીજ વિભાગ શા માટે આ ખનીજ ચોરી સામે આંખ આડા કાન કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ બન્યો છે.



મહીસાગર નદીમાંથી બેફામ રેતીની ચોરી થઈ રહી છે. જાણે ખનીજ માફિયાઓને તંત્રનો કોઇ ડર ન હોય તેવી સ્થિતિ અહીં પ્રવર્તી રહી છે. ખાણખનીજ વિભાગ શા માટે આ ખનીજ ચોરી સામે આંખ આડા કાન કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ બન્યો છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



સુત્રોનું માનીએ તો અધિકારીઓની રહેમ નજર હેઠળ અહીં ખનિજચોરી ચાલી રહી છે.. સાવલીના પ્રથમપુરામાં ખનીજ માફીયાઓ દ્વારા રેતી ચોરી કરાય છે.. ખનીજ માફિયા ખનન કરતા-કરતા આણંદ સુધી પહોંચ્યા છે


ખનિજ માફીયાઓ મહી નદીમાં નાવડીઓ મૂકી ડ્રિલીગ કરી રેતી ઉલેચી રહ્યા છે. પવિત્ર મહીસાગર નદીમાં ન્હાવા પર પણ પ્રતિબંધ છે, પરંતુ ખનન માફીયાઓ બિનદાસ્ત રેતી ઉલેચી શકે છે..આણંદ જિલ્લામાં ખાનપુર, રાજુપુરા, પ્રતાપપુરામાં પણ ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું છે..



આ પણ વાંચોઃ જામનગરમાં ખનિજચોરો સામે તંત્રની લાલ આંખ, SOG પોલીસે અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી


રેતી ખનનથી મહીસાગર નદીને ભારે નુકશાન થઈ રહ્યું છે. નાવડીઓ થકી રેતી ખનન કરતા નદીમાં મોટા ખાડા પડી રહ્યા છે. શ્રધ્ધાળુઓ સ્નાન કરવા જતાં ખાડામાં ડૂબી જવાનો ભય રહે છે. અત્યાર સુધીમાં મહીં નદીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા છે... વડોદરા અને આણંદ ખાણ ખનીજ વિભાગ ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે.

Download Our B K News Today App



Related News