ATMથી કેશ ઉપાડતા સમયે આ ભૂલ કરી ગયા તો સમજો ખાલી થઇ જશે અકાઉન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 13:19:43
  • Views : 312
  • Modified Date : 2022-05-11 13:19:43

 

આજકાલ બધા એટીએમથી કેશ ઉઠાવી શકાય છે, પરંતુ એટીએમથી કેશ ઉઠાવતા સમયે તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવી શકે છે. સાઈબર ક્રાઈમનાં વધતા મામલાઓ વચ્ચે ઓનલાઈન ટ્રાંઝેક્શન અને એટીએમથી પૈસા ઉઠાવવા પણ સુરક્ષિત નથી. સાઈબર ઠગ અત્યંત ચાલાક હોય છે, આવામાં તમે જ્યારે પણ એટીએમથી પૈસા ઉઠાવો છો, ત્યારે સાવધાન રહો.

શું છે એટીએમ કલોનિંગ?
જો તમે એટીએમથી કેશ ઉઠાવી રહ્યા છો, તો એટીએમ યૂઝ કર્યા બાદ સાવધાનીપૂર્વક તેની તપાસ કરો. એટી એમમાં સૌથી વધારે ખતરો કાર્ડ કલોનિંગથી થાય છે. અહીથી તમારી ડિટેલ્સ સરળાથી મળી જાય છે અને તમારું ખાતું એક ઝટકામાં ખાલી થઇ જાય છે. આવો જાણીએ ક્યા પ્રકારે તમારી ડિટેલ્સ સરળતાથી ચોરી થઇ શકે છે. 

સાઈબર ચોર આ પ્રકારે ચોરી કરે છે ડેટા 
ડિજિટલ થતા ભારતમાં હેકર્સ ખૂબ ચાલાક થઇ ગયા છે. હેકર્સ ગ્રાહકની બેન્કિંગ ડિટેલ્સ એટીએમ મશીનમાં કાર્ડ લાગવાવાળા સ્લોટ થી ચોરી લે છે. તમને જાણ પણ થાય અને હેકર્સ એટીએમ મશીનનાં કાર્ડ સ્લોટમાં એવા ડિવાઇઝ લગાવી દે છે, જે તમારા કાર્ડની ડિટેલ્સને સ્કેન કરી લે છે. ડિવાઇઝનાં માધ્યમથી બધી ડિટેલ્સ તેમાં સેવ થઇ જાય છે. ત્યાર બાદ બ્લૂટૂથ કે કોઈ બીજા વાયરલેસ ડિવાઇઝની મદદથી હેકર્સ ડેટા ચોરી લે છે. 

કઈ રીતે રહેવું સતર્ક?
હેકર્સ ભલે કેટલા પણ ચાલાક હોય, પરંતુ તમે સતર્ક છો, તો તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. તમારા ડેબિટ કાર્ડનું સપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર પાસે તમારો પિન નંબર હોવો જરૂરી છે. જોકે હેકર્સ પાસે માટે પણ રસ્તાઓ હોય છે. તેઓ તમારા પિન નંબરને કોઈ કેમેરાથી ટ્રેક કરી લે છે. એટલે તમારા ડેટાને ચોરી કરવા માટે તેઓ તૈયાર બેઠા હોય છે. આવામાં તમે જ્યારે પણ પિન નંબર એન્ટર કરો છો, તો પોતાના બીજા હાથથી ઢાંકીને નંબર એન્ટર કરો. 

 

Download Our B K News Today App



Related News