સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન હોય તો હમણા માંડી વાળજો! ભાવમાં મોટો ઉછાળો, ફટાફટ જાણો કેટલે પહોંચ્યા ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:21:36
  • Views : 317
  • Modified Date : 2022-04-10 11:21:36

સોનાના ભાવમાં વધારો 

ચાંદીના ભાવ પણ વધ્યા 

સોનાના ભાવમાં આ અઠવાડિયે 354 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો 

 

સોના ચાંદીનાં ભાવમાં વધારો 

ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જયારે ચાંદીના ભાવમાં પણ મામૂલી વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં સોનાનાં ભાવમાં 354 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એંડ જવેલર્સ અસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બીઝનેસ વીકની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 51,485 હતો, જે શુક્રવાર સુધી વધીને 51,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 66,628થી વધીને 66,636 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે. 

 

જણાવી દઈએ કે આઈબીજીએ તરફથી જાહેર કરવામાં આવેલ કિંમતોથી અલગ લગ શુદ્ધતાનાં સોનાનાં સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ બધા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઈબીજીએ દ્વારા જાહેર કરવામાં આવેલ રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ નથી. 

ગયા એક અઠવાડીયામાં કેટલો બદલાયો સોનાનો ભાવ 

4 એપ્રિલ 2022 - 51,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

5 એપ્રિલ 2022 - 51,451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

6 એપ્રિલ 2022 - 51,578 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

7 એપ્રિલ 2022 - 51,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

8 એપ્રિલ 2022 - 51,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

 

ગયા અઠવાડિયે કેટલો બદલાયો ચાંદીનો ભાવ 

4 એપ્રિલ 2022 - 66,628 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 

5 એપ્રિલ 2022 - 66,468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 

6 એપ્રિલ 2022 - 65,919 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 

7 એપ્રિલ 2022 - 66,019 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 

8 એપ્રિલ 2022 - 66,636 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 

 

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ 
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. 

22 કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 

21 કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે.

18 કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે.

14 કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે. 

 

 

Download Our B K News Today App



Related News