જાન લઇ જવા ST બુક કરશો તો 52 સીટર બસમાં 39 જાનૈયા બેસી શકશે, બસમાં 75% યાત્રિકો જ બેસાડવાનો નિયમ પરિવારને મોંઘો પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 13:47:59
  • Views : 2107
  • Modified Date : 2020-10-30 13:47:59

            એસ.ટી. બસને લગ્ન માટે જાનમાં લઇ જવા રાજ્ય સરકારે ઓછા દરની ખાસ સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે, પરંતુ કોરોનાની અસરના કારણે હાલ જાનમાં લઇ જવાની એસ.ટી બસ જાન લઈ જનારને મોંઘી પડી રહી છે. કોરોના મહામારીમાં હાલ એસ.ટી બસમાં એક બસમાં 75% યાત્રિકોને જ બેસાડવાની છૂટ અપાતા હવે લગ્નમાં કોઈને જો જાનમાં એસ.ટી બસ લઇ જવી હોય તો પણ આ જ નિયમ મુજબ 52 સીટની બેઠક ક્ષમતાવાળી એક બસમાં પૂરેપૂરા 52 લોકોને બેસાડવાને બદલે માત્ર 75% એટલે કે 39 જાનૈયા જ બેસાડી શકાશે. હવે જો કોઈ લગ્ન પ્રસંગમાં 50 જાનૈયાઓને લઇ જવાના હોય તો નાછૂટકે બે એસ.ટી બસ બુક કરવી પડે અને વધુ પૈસા ખર્ચવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.દિવાળી બાદ લગ્ન માટેના શુભમુહૂર્ત શરૂ થઇ રહ્યા છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધી ન થઇ શકેલા લગ્નો હવે અનલોકમાં થવાના હોય શહેરમાં ઠેર ઠેર લગ્ન માટેની તૈયારીઓ લોકો કરી રહ્યા છે, પરંતુ એસ.ટી તંત્રના એક બસમાં માત્ર 75 ટકા યાત્રિકો જ બેસાડવાનો નિયમ જાનૈયાઓને મોંઘું પડે તેવી સ્થિતિ હોય હજુ સુધી લગ્ન માટેના કોઈ બુકિંગ એસ.ટીમાં નોંધાયા નથી. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર, જસદણ, ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં પણ હાલ લગ્ન માટેની બસ બુકિંગ ઠંડું છે.હાલ એસ.ટી બસમાં જે રીતે 75 ટકા યાત્રિકોને બેસાડવાનો નિયમ છે એવી જ રીતે લગ્ન માટેની બસમાં પણ 75 ટકા જ લોકોને બેસાડી શકાશે. કારણ કે, દરેક બસમાં યાત્રિકો બેસાડવાનો નિયમ સરખો છે. એટલે લગ્ન માટેની બસ કોઈપણ વ્યક્તિ બુક કરે તો તેમાં પણ સીટિંગ કેપેસિટીના 75% યાત્રિકો જ બેસાડી શકાશે.

Download Our B K News Today App



Related News