FD કરવાનું વિચારી રહ્યા છો તો જરૂર વાંચી લેજો, મળશે વધારે ફાયદો, જાણો કઈ રીતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 12:56:21
  • Views : 213
  • Modified Date : 2022-05-18 12:56:21

 

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ પહેલા તમે આ ખબર જરૂર વાંચી લેજો કારણ કે દેશના સૌથી મોટા પ્રાઈવેટ સેક્ટર લેન્ડર એચડીએફસી બેન્કે ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. HDFC બેન્કે બુધવારે 2 કરોડ રૂપિયાથી ઓછી FDના વ્યાજદર વધારી દીધા છે. નવા દર 18 મે, 2022થી લાગુ થઈ ગયા છે. 

વ્યાજદરોમાં વધારો 
અલગ અલગ ટેન્યોરના વ્યાજદરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. HDFC બેન્ક 7થી 29 દિવસમાં મેચ્યોર થતી FD પર 2.50 ટકા વ્યાજ આપે છે. 30થી 90દિવસમાં મેચ્યોર થતી FD પર વ્યાજદર 3 ટકા પર સ્થિર છે. સામાન્ય માણસોને 91 દિવસથી 6 મહિનામાં મેચ્યોર થતી FD પર 3.50 ટકા વ્યાજદર મળી રહ્યું છે. ત્યાં જ બેન્ક 6 મહિના 1 દિવસથી 9 મહિનામાં મેચ્યોર થતી FD પર 4.40 ટકા ઈન્ટ્રેસ્ટ આપશે. 

HDFC બેન્ક 9 મહિને 1 દિવસ અને 1 વર્ષથી ઓછા સમયગાળામાં મેચ્યોર થતી એફડી પર 4.40 ટકા વ્યાજ ઓફર કરી રહ્યું છે. પરંતુ હવે આ સમયગાળા માટે વ્યાજદર વધીને 4.50 ટકા થઈ ગયું છે. તેમાં 10 બેસિક પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 

 

આ ડિપોઝિટ્સ પર મળશે વધારે વ્યાજ 
1
થી 2 વર્ષમાં મેચ્યોર થતી ડિપોઝિટ પર HDFC બેન્ક 5.10 ટકા વ્યાજદર આપી રહ્યું છે. પહેલા 2 વર્ષ 1 દિવસ- 3 વર્ષમાં મેચ્યોર થતી ડિપોઝિટ પર વ્યાજદર 5.20 ટકા હતું. પરંતુ તેને 20 બેસિસ પોઈન્ટ વધારીને 5.40 ટકા કરી દેવામાં આવ્યું છે. 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષમાં મેચ્યોર થતી જમા રકમ પર બેન્ક હવે 5.60 ટકા વ્યાજની ચુકવણી કરશે. જે પહેલા 5.45 ટકા હતી. તેમાં 15 બેસિક પોઈન્ટ્સનો વધારો થયો છે. 

5 વર્ષ 1 દિવસ અને 10 વર્ષમાં મેચ્યોર થતી ડિપોઝિટ્સ પર પહેલા વ્યાજદર 5.60 ટકા હતું. પરંતુ હવે 15 બેસિક પોઈન્ટ્સ વધીને 5.75 ટકા કરી દેવામાં આવ્યું છે. 

 

 

Download Our B K News Today App



Related News