સોનું ખરીદવાનો વિચાર છે તો હજુ પણ મોડું નથી થયું, જાણી લો આજના લેટેસ્ટ ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 14:05:20
  • Views : 309
  • Modified Date : 2022-06-29 14:05:20


 


સોના ચાંદીની કિંમતોમાં મંગળવારે પણ ઘણો ઉછાળ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કિંમત વધવાની અસર ઘરેલુ માર્કેટમાં પણ દેખાઈ રહી છે.  સાત દેશો તરફથી રશિયાના સોનાની આયત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારથી ગ્લોબલ માર્કેટમાં સોનાની સપ્લાઈ પર ઘણો અસર પડ્યો છે. જો કે આજે મંગળવારે સોના-ચાંદીની કિંમતમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમત આશરે 51 હજાર સુધી પંહોચી ગઈ છે. ત્યાં જ ચાંદી 60 હજારની ઉપર વહેચાઈ રહી છે. 


સોનાની સાથે સાથે આજે ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આવે ચાંદીની કિંમત 199 રૂપિયાએ વધીને 60,145 રૂપિયાની સપાટીએ પંહોચી છે. જો કે દિવસની શરૂઆતમાં ચાંદીની કિંમત 59,760 રૂપિયા પ્રતિ કિલો હતી પણ એ પછી માંગ વધતાં 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આજે ચાંદીની માંગમાં થોડો વધારો છે જેથી ચાંદીની કિંમત 61 હજારને આસપાસ ચાલી રહી છે. ચાંદીની કિંમતમાં ગઇકાલ કરતાં 0.34 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ચાંદી તેની પાછલી બંધ કિંમત કરતાં 0.33 ટકા વધારા સાથે ચાલી રહી છે. 


સાત દેશો તરફથી રશિયાના સોનાની આયત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારથી ગ્લોબલ માર્કેટમાં સોનાની સપ્લાઈ પર ઘણો અસર પડ્યો છે. ગ્લોબલ માર્કેટમાં આજે સોના-ચાંદી બંનેની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં સોનાની કિંમત 1,825.65  ડોલર પ્રતિ ઔંસ રહી, જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.12 ટકા વધુ હતી. આ સાથે જ ચાંદીની કિંમત પણ 21.19 ડોલર પ્રતિ ઔંસ હતી જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.15 ટકા વધુ છે. 


 


કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે. 


Download Our B K News Today App



Related News