સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા અહીં ચેક કરી લો લેટેસ્ટ ભાવ, જાણો આજે કિંમતોમાં કેટલો થયો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:44:34
  • Views : 368
  • Modified Date : 2022-04-08 10:44:34

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો 

ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ છે બેસ્ટ તક

જાણો આજના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના રેટમાં આજે બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું 41 રૂપિયા સસ્તુ થયું છે. આ ઘટાડાની સાથે જ સોનું આજે સવારે 51330.00 રૂપિયા પર વ્યાપર કરી રહ્યું છે. ચાંદીની કુંમતો પણ ઘટી છે. આજે ચાંદીના ભાવમાં 222 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ચાંદી 65,976.00 પર ટ્રેડ કરી રહ્યું છે. 

 

શું છે સોનાના ભાવ? 
બુલિયન માર્કેટમાં 22 કેરેટ ગોલ્ડ ઘટીને 48,290 રૂપિયા પર વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ 24 કેરેટ સોનાના ભાવ 52,680 રૂપિયા પર ખુલ્યા છે. તે ઉપરાંત 20 કેરેટ ગોલ્ડની સરેરાશ કિંમત 43,900 રૂપિયા રહી. ત્યાં જ 18 કેરેટનો ભાવ 39510 રૂપિયા પર પહોંચી ગયો અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 30730 રૂપિયા રહ્યો. શરાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદી ઘટીને 67,880 રૂપિયા પર ટ્રેડ કરતી જોવા મળી. 

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા 
આઈએસઓની તરફથી સોનાની શુદ્ધતાની પરખ માટે હોલમાર્ક આપવામાં આવે છે. તેના હેઠળ 24 કેરેટ સોના પર 999 લખેલું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958,22 કેરેટ પર 916,21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સોનું મોટાભાગે 22 કેરેટમાં વેચાય છે. અમુક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે.

 

 

Download Our B K News Today App



Related News