નોકરીથી કંટાળ્યા હોવ તો શરૂ કરો પોતાનો બિઝનેસ, દરરોજ થશે 4થી 5 હજારની આવક, જાણો કઈ રીતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 12:57:34
  • Views : 459
  • Modified Date : 2022-05-27 12:57:34

દરેક વ્યક્તિ બિઝનેસ કરવા માંગે છે પરંતુ તેના માટે તમારું માઈન્ડ ક્લિયર હોવું જરૂરી છે. કેટલાક લોકો નોકરીની સાથે બિઝનેસ પ્લાન કરતા રહે છે. ઘણાને આમાં સફળતા મળે છે પરંતુ ઘણા લોકો કંઈ ખાસ કરી શકતા નથી. જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અહીં ખૂબ જ ઓછા ખર્ચે બિઝનેસ શરૂ કરવા અંગે માહિતી જાણો. 

ઘરેથી જ શરૂ કરી શકો છો આ બિઝનેસ 
આ બિઝનેસથી થતી કમાણી વિશે જણાવીએ તો આ ઓછા ખર્ચમાં શરૂ થતો બિઝનેસ આજકાલ માંગમાં છે અને સારી કમાણી પણ કરે છે. અમે જે બિઝનેસની વાત કરી રહ્યા છીએ તે LED બલ્બ બનાવવાનો બિઝનેસ છે. જો જગ્યા ઓછી હોય તો તમે તેને ઘરેથી પણ શરૂ કરી શકો છો. તેમાં ફક્ત 5 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. 

સરકારને પ્રોત્સાહન રકમ મળશે
સરકાર દ્વારા અનેક બિઝનેસ શરૂ કરવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. આ બિઝનેસ પણ એવો જ છે. જેમાં તમને સરકાર દ્વારા બિઝનેસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બિઝનેસ માટે સરકાર તરફથી સબસિડી મળ્યા બાદ તમારે શરૂઆતમાં માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે.

 

100 ટકાની બચત
એક LED બલ્બ બનાવવા માટે 40 થી 50 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બલ્બ બજારમાં સરળતાથી 80 થી 100 રૂપિયામાં વેચાય છે. તમે નાના પાયે કામ શરૂ કરી શકો છો. આવી સ્થિતિમાં ધારો કે તમે દરરોજ 100 બલ્બ વેચો છો. તો તમને 4 થી 5 હજારની આવક થશે.

શહેર અને ગામડાઓમાં વધી રહી છે ડિમાન્ડ 
સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઘણી સંસ્થાઓ એલઇડી બલ્બ કેવી રીતે બનાવવો તેની તાલીમ આપે છે. એલઇડી બલ્બ બનાવતી કંપનીઓ ટ્રેનિંગ પણ આપે છે. તેની તાલીમમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને પ્રકારની માહિતી આપવામાં આવે છે. 

 

શહેર અને ગામડામાં એલઇડી બલ્બની માંગ દિવસેને દિવસે વધી રહી છે. તેની લાઇટિંગ સારી છે અને પાવરનો વપરાશ પણ ઓછો છે. પ્લાસ્ટિકના બનેલા હોવાને કારણે આ બલ્બ કાચની સરખામણીમાં ટકાઉ રહે છે.

 

Download Our B K News Today App



Related News