તાકાત હોય તો કરી બતાવો: ભાજપ-શિંદેને ઠાકરેની વધુ એક ચેલેન્જ, જાણો શું કહ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 13:21:11
  • Views : 183
  • Modified Date : 2022-07-05 13:21:11


મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર શિવસેનાના ખતમ કરવાનું ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા હતા. ઠાકરેએ કહ્યું કે, ભાજપનો પ્રયત્ન શિવસેનાના ખતમ કરવાનો છે. તેંમણે જિલ્લા પ્રમુખો શિવસેનાને મજબૂત કરવાનું આહ્વાન કર્યું છે. સાથે જ તેમણે શિવસેના અને શિંદે જૂથને લલકારતા કહ્યું કે, જો હિમ્મત હોય તો, મધ્યસત્રની ચૂંટણી લડીને દેખાડો. અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે. 


મુંબઈ સ્થિત શિવસેના ભવનમાં પાર્ટી તરફથી જિલ્લા અધ્યક્ષોની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જો હિમ્મત હોય તો, મધ્યસત્રની ચૂંટણી લડીને દેખાડો. આવા ખેલ ખેલવા કરતા જનતાના દરબાર જાઓ, જો અમે ખોટા હોઈશું તો લોકો અમને ઘરે બેસાડી દેશે ને જો તમે ખોટા હશો તો લોકો તમને ઘરે બેસાડી દેશે. એકનાથ શિંદે અને તેમના જૂથે શિવસેનાના ધારાસભ્યોના બળવાના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે, વિધાનસભાને મનમાની રીતે ચલાવવું સંવિધાનનું અપમાન છે.


ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે, ડો. બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને તોડવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદીના અમૃત વર્ષમાં મહારાષ્ટ્રમાં જે શરૂ થયું છે. તેના વિશે બધા સાચુ બોલે, વિધાનસભાનું મનમાની ભર્યું આચરણ સંવિધાનનું અપમાન છે. તેમણે નિષ્ણાંતોને તેના પર વિચાર વ્યક્ત કરવાના માટે કહ્યું છે કે શું રાજ્યમાં સંવિધાનના માપદંડોનું પાલન થતું નથી ? સાથે જ જિલ્લાઅધ્યક્ષોને કહ્યું કે, લડવું હોય તો જ મારી સાથે જ રહો.


આપને જણાવી દઈએ કે, શિવેસનાના 39થી પણ વધારે ધારાસભ્યોએ શિવસેનાનો સાથે છોડીને એકનાથ શિંદે સાથે ગયા હતા. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ભાજપે મળીને સત્તા ઝૂંટવી લીધી છે. 


 


Download Our B K News Today App



Related News