સહાય નહીં મળે તો કલેક્ટર-મામલતદાર કચેરીમાં પશુઓ છોડી મુકાશે: સંચાલકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:47:26
  • Views : 526
  • Modified Date : 2020-08-10 12:47:26

     જો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય ગણેશચતુર્થી સુધી ચૂકવવામાં નહીં આવે તો 23 મી થી જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ કલેકટર અને જે તે તાલુકાની મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય રવિવારે લાખણીના ગેળાની બજરંગ ગૌશાળા ખાતે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.કોરોનાની મહામારી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ કરવામાં આવતા અબોલ પશુઓ માટે પ્રત્યેક પશુ દિઠ રૂપિયા 25 ની સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિના સુધીની સહાય ચુકવવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ન ચૂકવાતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને અબોલ પશુઓના નિભાવ કરવા ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા અગાઉ મુખ્યમંત્રીથી લઇ ગુજરાતના તમામે તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવી સહાય અપાવવા રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આથી રવિવારે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલ બજરંગ ગૌશાળામાં બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક મળી હતી. જેમાં ગણેશચતુર્થી સુધી સહાય ચુકવવામાં ન આવે તો પાંચમથી તમામ પશુઓને કલેકટર કચેરી ઉપરાંત જે તે તાલુકાની મામલતદાર સહિતની સરકારી કચેરીઓ અને હાઇવે ઉપર પશુઓ છોડીને ચક્કાજામ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. બેઠકમાં જેમાં ઢીમા ગૌશાળાના જાનકીદાસજી મહારાજ, જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી, જયંતિભાઇ દોશી, ચિનુભાઇ શાહ, કિશોરભાઈ દવે, દેવાભાઈ પટેલ સહિતના ગૌ સેવકો હાજર રહ્યા હતાસરકાર દરેક પશુ દિઠ રૂપિયા 25 ની સહાય જાહેર કરવામાં આવી હતી પરંતુ બે મહિનાથી સહાય આપવામાં આવતી નથી. જેથી મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. જો સહાય નહી મળે તો અબોલ પશુ મોતને ભેટશે તેમ કિશોરભાઇ દવેએ જણાવ્યું હતું..

Download Our B K News Today App



Related News