104 હેલ્થ હેલ્પલાઇન પર જો કલાકમાં મદદ ન મળે તો IASને સીધી જાણ કરી શકશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 15:57:50
  • Views : 371
  • Modified Date : 2020-09-10 15:57:50

       કોરોના લક્ષણ જણાય તેઓ 104 નંબર પર ફોન કરી જાણ કરી શકે છે, પરંતુ 104 નંબર પર ફોન કરવા છતાં 24 કલાક સુધી કોઈપણ મદદ મળતી નથી. તેવી ફરિયાદો ઉઠવા પામી હતી, જેની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. જે મામલે ડે. કમિશનર દિલીપ રાણાએ ખાતરી આપી હતી કે, 104ને ફોન કરશો તેના બે કલાકમાં પહોંચે છે. જો 104 ન આવે તો ટ્વીટર પર તેઓનો 9978408706 મોબાઈલ નંબર આપેલો છે ત્યાં સીધો સંપર્ક કરી શકશે.શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ અનેક પોઝિટિવ કેસો આવી રહ્યા છે. લક્ષણ ન હોય અને પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટાઈન થવા જણાવવામાં આવે છે. ઉપરાંત લક્ષણ જણાય તો 104ની મદદ લઇ શકે છે તેવી વ્યવસ્થા છે પરંતુ 104 પર ફોન કર્યા બાદ લોકોને મદદ નથી મળતી તેઓ ઉડાઉ જવાબ આપી દે છે.અનેક કિસ્સામાં પોઝિટિવ હોય અને ડોકટરની સલાહ અને દવાની મદદ માંગે છે તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી આવશે કહી જવાબ આપી દે છે પછી કોઈ આવતું નથી જેથી નાગરિકો હેરાન અને AMCની કામગીરીથી નારાજ છે. જો કે આ પ્રશ્ન આજે સ્ટેન્ડિંગના ઉઠતા તેને દૂર કરવાની ખાતરી આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News