વાહન કે મોબાઇલની ચોરી થાય તો પોલીસ સ્ટેશને ધક્કો ખાવાની જરૂર નહીં રહે, ગુજરાત સરકારે જુઓ શું કર્યો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 11:54:28
  • Views : 384
  • Modified Date : 2022-06-04 11:54:28

 

વાહન-મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદ

વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR

ગઇકાલે ગૃહ મંત્રાલયનું નોટિફિકેશન

 

વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR

જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 'E-FIR' પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની


ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે
 

વાહન-મોબાઇલ ચોરીની ફરિયાદ થઇ શકશે ઓનલાઇન

'E-FIR' પ્રોજેક્ટ  હેઠળ નાગરિકો ઘરે બેઠાં કે ચોરીના ઘટનાસ્થળે પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR નોંધાવી શકશે. નાગરિકો પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી મદદથી ફરિયાદ કરી શકે છે. જેમાં એપ. પર રજિસ્ટ્રેશન બાદ ચોરીની વિગતો અપલોડ થઇ શકશે, મહત્વનું છે કે, e-FIRના 48 કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરશે. e-FIR સીસ્ટમાં અપલોડ થતાની સાથે અધિકારી અસાઇન થશે. જેની ફરિયાદીને -મેલ/SMSથી જાણ કરાશે. ઉલ્લેખનીય છે કે,  e-FIR અંગે PIથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઇ છે.  

Download Our B K News Today App



Related News